Surat News/ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જ બીમાર:સુરત સિવિલમાં ઠેર-ઠેર ગંદકી

ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓનાં ઘર થયાં છે. તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીને કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર આપતા તબીબો પણ હવે ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે.આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીના થર પણ જોવા મળ્યા હતા. ડોક્ટરો પણ બીમારીમાં સરતાં મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

એને લઈને તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે.નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. વૃતિક વસાવા અને ડૉ. સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડૉ. પ્રિયંકા પટેલ તેમજ ડૉ. તિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયાં હતાં. અંતે ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સ્મિમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. વૃતિક વસાવા અને ડૉ. સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડૉ. પ્રિયંકા પટેલ તેમજ ડૉ. તિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયાં હતાં. અંતે ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સ્મિમેર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું હતું.

આ આપ સૌ જાણો છો એ પ્રમાણે હમણાં થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એને લીધે જે થોડી તકલીફ પડી રહી છે. એ બાબતે અમારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ કાર્યરત જ છે, પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈને ત્વરિત ધોરણે ઘટતું કરવામાં આવશે.સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડોક્ટરને બીમારી છે, જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડોક્ટર અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે, તો એના માટે અમે તેમને સારવાર શરૂ કરી દીધી છે.

અમારા જે બે ઉપરી અધિકારી છે તેમના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે તેમને જણાવી દેવામાં આવી છે. તદુપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ છે અને રેસિડેન્ટ તબીબ છે તેમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈપણ રોગનાં શરૂઆતનાં લક્ષણો દેખાય તો આપે જે-તે ડોક્ટરનો સંપર્ક કરીને જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડોક્ટર્સ છે, વિવિધ ડોક્ટરની ટીમ છે તેમના પર નજર રાખવાની રહેશે એવા આદેશો થઈ ગયા છે.શહેરમાં રોગચાળાના વાવર વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દોડી આવી હતી. ડી.કે કદમ (સેનિટરી સબ-ઇન્સ્પેકટર વી.બી.ડી.સી વિભાગ)એ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાંથી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવતાં હોસ્પિટલને નોટિસ ફટકારી છે. છેલ્લા અઢી મહિનામાં હોસ્પિટલના તંત્રને ચાર નોટિસ અને 4 વર્ષમાં 100 જેટલી નોટિસ ફટકારી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલમાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી