Tharad News/ થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર

થરાદમાં નર્મદા કેનાલ જાણે સુસાઇડ પોઇન્ટ બનીને આવી છે. એક જ દિવસમાં ત્રણ મૃતદેહો મળતા ચકચાર મચી ગઈ છે. થરાદમાં નર્મદા કેનાલમાં છેલ્લા 13 દિવસમાં 13 મૃતદેહ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

Top Stories Gujarat Others Breaking News
થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ

Tharad News: પાણી પીવા માટે સારામાં સારી સગવડ પૂરી પાડવામાં આવે અને લોકો તેનો સૌથી વધુમાં વધુ દૂરુપયોગ કરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે નર્મદા કેનાલ (Narmada Canal) છે. નર્મદા કેનાલ રાજ્યમાં લોકોની પીવાના પાણીની જરૂરિયાત તો બુઝાવે છે, પરંતુ આત્મહત્યા (Suicide) કરનારા માટે તો તે જાણે સુસાઇડ પોઇન્ટ (Suicide Point) બનીને આવી છે. થરાદમાં નર્મદા કેનાલનો ઉપયોગ સુસાઇડ પોઇન્ટ તરીકે થવા લાગ્યો છે.

થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ
થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ

થરાદમાં 13 દિવસમાં 13 લોકોએ નર્મદા કેનાલમાં કરી આત્મહત્યા

થરાદ પાલિકાના અગ્નિશામક દળના વિભાગે (Fire Brigade) થરાદ બાજુની નર્મદા કેનાલ (Narmada Canal)માંથી એક જ દિવસમાં ત્રણ લાશ કાઢતા હાહાકાર મચી ગયો છે. નર્મદા કેનાલ ફક્ત કેનાલ ન રહેતા સુસાઇડ પોઇન્ટ (Suicide Point) બની ગઈ છે. થરાદ ખાતેની નર્મદા કેનાલમાં 13 દિવસમા 13 લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. સતત આત્મહત્યાની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. આ કેનાલ લોકોને પીવાનું પાણી પૂરુ પાડવા અને ખેડૂતોને ખેતી માટે પૂરું પાડવા માટે છે, કંઈ આત્મહત્યા કરનારા માટે નહીં.

થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ
થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ

નર્મદા કેનાલ બની સુસાઇડ પોઇન્ટ (Suicide Point)

કમસમકેમ કેનાલ પર બોર્ડ મૂકી દેવા જોઈએ, આત્મહત્યા કરવી હોય તો બીજા જાવ. મરવું હોય તો તેના માટે અનેક વિકલ્પો છે, પરંતુ પોતે મરતા જાવ પણ કોઈનું પીવાનું પાણી તો બગાડો નહીં. બધાને તકલીફ હોય છે, માનવી જન્મથી લઈને મૃત્યુનો સામનો કરે ત્યાં સુધી તકલીફો રહેવાની છે. હવે તકલીફો સામે હારી જઈને કોઈને આત્મહત્યા કરવી હોય તો ભલે કરે, પણ કમસેકમ બીજાનો તો વિચાર કરે.

થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ
થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ

નર્મદામાં કૂદીને આત્મહત્યા કરનારાઓની નોંધ માટે અલગ વિભાગ બનાવવો પડશે !

નર્મદા કેનાલ બનાવવામાં આવી ત્યારે લોકોની તકલીફો દૂર કરવાના આશયથી બનાવવામાં આવી છે. આ રીતે આત્મહત્યા કરીને લોકોને આપવામાં આવતું પીવાનું પાણી આત્મહત્યા કરનારાઓ શું કામ બગાડતા હશે. વાસ્તવમાં તો આત્મહત્યા કરવી જ ન જોઈએ, તે વિચાર જ ખોટો છે. જીવનમાં અંધકાર પછી સવાર ચોક્કસ હોય છે તેવું ન સમજનારા નાની-નાની વાતમાં લાગી જઈને આત્મહત્યા કરનારા લોકો મૃત્યુ પામવાની સાથે-સાથે બીજાના જીવન પર પણ વિપરીત અસર છોડી જાય છે, જે પાણી જીવન આપે છે તે જ પાણીમાં કૂદી જઈને લોકો મૃત્યુને વહોરે છે. તેમના આ કૃત્યના કારણે બદનામ નર્મદા કેનાલ થાય છે.  નર્મદા કેનાલમાં કૂદીને લોકો આત્મહત્યા કરી રહ્યા છે તે જોઈને એમ જ લાગે છે કે નર્મદામાં કૂદીને આત્મહત્યા કરનારાની નોંધ રાખવા માટે અલગ વિભાગ શરૂ કરવો પડશે.


આ પણ વાંચો: હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

આ પણ વાંચો: બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીની આત્મહત્યા, માફી માંગતો વિડીયો વાઇરલ

આ પણ વાંચો: બનાસકાંઠા : દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાત