Banaskantha News : બનાસકાંઠાના દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તપાસમાં ભાભરના બુરેઠા ગામની મહિલા સહિત 2 બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.
જેમાં સાંતલપુરના મસાલી ગામના પુરૂષે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી અને તપાસ હાથ ધરી છે. દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બીજીતરફ મૃતદેહોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી
આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી
