Not Set/ પુલવામાનો બદલો થયો પૂરો, જૈશ કમાન્ડર સજ્જાદ બટ ઠાર, હુમલા માટે આપી હતી કાર

કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં એક એ પણ આતંકવાદી સામેલ છે જેની કારનો ઉપયોગ 14 મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી તેની શોધ કરવામાં અવી રહી હતી. આ ઉપરાંત પુલવામા આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર કર્યો છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે અનંતનાગમાં […]

Top Stories India

કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં એક એ પણ આતંકવાદી સામેલ છે જેની કારનો ઉપયોગ 14 મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી તેની શોધ કરવામાં અવી રહી હતી. આ ઉપરાંત પુલવામા આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર કર્યો છે.

સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે અનંતનાગમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદ બટને ઠાર કર્યો છે. સજ્જદ ભટ્ટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા સીઆરપીએફના કાફલા પર હુમલોમાં કર્યો હતો.

આ ઉપરાંત સેનાએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે. ઠાર થયેલ આતંકી ગયા સોમવાર એટલે કે  17 જૂનના રોજ પુલવામામાં સેનાની વાનમાં આઈઈડી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો. હાલ સુરક્ષાબળો વતી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.