Not Set/ અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ: 5 દિવસ બાદ બંધ થયા 15થી વધુ સ્ટોલ, ઘરાકી ન થતા સ્ટોલ બંધ કરાયાની અટકળો

અમદાવાદ, નાના વેપારીઓનાં ધંધાને વેગ મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન દેશમાં પહેલી વાર કરવામાં આવ્યું છે, ત્યારે પહેલા દિવસથી જ શોપીંગ ફેસ્ટીવલમાં ખરીદી કરવા આવતા લોકોની નારાજગી જોવા મળી હતી. ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ન મળતા અમુક ગ્રાહકો નિરાશ થઇને પરત ફર્યા હતા. […]

Top Stories Ahmedabad Videos

અમદાવાદ,

નાના વેપારીઓનાં ધંધાને વેગ મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન દેશમાં પહેલી વાર કરવામાં આવ્યું છે, ત્યારે પહેલા દિવસથી જ શોપીંગ ફેસ્ટીવલમાં ખરીદી કરવા આવતા લોકોની નારાજગી જોવા મળી હતી.

ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ન મળતા અમુક ગ્રાહકો નિરાશ થઇને પરત ફર્યા હતા. ત્યારે મંગળવારે સવારથી શોપીંગ ફેસ્ટીવલમાં 15 કરતા વધુ સ્ટોલ હટાવી લેવાયેલા જોવા મળ્યા હતા.

આસપાસનાં વેપારીઓને આ અંગે પુછતા તેઓએ જણાવ્યું કે આ સ્ટોલ ધારકોએ 4 દિવસ માટે જ સ્ટોલ ભાડે રાખ્યા હતા તે બાદ તેમને ઘરાકી સારી નહી થઇ હોય અથવા તો કમાઇ ગયા હશે એટલે સ્ટોલ બંધ કરી દીધા હશે. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઇ વેપારી સારુ કમાય તો સ્ટોલ વહેલા બંધ કેમ કરે.