મુંબઇ,
‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માં અભિનય કરનાર અભિનેતા કાર્તિક આર્યન હવે ‘લુકા છિપી’ માં જોવા મળશે. આમાં તેની અપોજિટ કૃતિ સેનન છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. કૃતિએ તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ દ્રારા જાણકારી આપી છે કે ફિલ્મ ટ્રેલર 24 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે.
કૃતિ અને કાર્તિક પ્રથમ વખત સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. કૃતિએ પોસ્ટર શેર કરતી વખતે લખ્યું, “પકડાઈ જઈશું કે દેશું બધાને ચકમા? ફિલ્મના ટ્રેલરને આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. “કાર્તિકે પણ આ કૅપ્શન સાથે પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં તે એક લોકલ રીપોર્ટની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મ 1 માર્ચના રોજ રિલીઝ થશે.
Pakde jayenge ya denge sabko chakma?
Presenting the First Poster of #LukaChuppi ❤️🤫
Trailer Out Tomorrow 👀@kritisanon #DineshVijan @MaddockFilms @PVijan @sharadakarki @Laxman10072 @TripathiiPankaj @Aparshakti @pathakvinay @TSeries @JioCinema pic.twitter.com/vjkFrMDFDo— Kartik Aaryan (@TheAaryanKartik) January 23, 2019
આપને જણાવી દઈએ કે 1 લી માર્ચે સુશાંત સિંહ રાજપૂત, મનોજ બાજપેયી અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સોનચીડીયા’ પણ રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મની ટક્કર જોવા મળશે. વેલ અભિષેક ચોબેના નિર્દેશન બનેલી ફિલ્મ સોનચિડિયા પહેલા 1 લી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.
