Not Set/ વાસણા જમીન કૌભાંડ/ પૂર્વ MLA હરેશ ભટ્ટની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

ખાનગી સોસાયટીના ચેરમેન ન હોવા છતાં પણ માજી ધારાસભ્ય હરેશ ભટ્ટએ તે જમીન બારોબાર વેંચી મારીને કૌભાંડ આચરવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જે કેસમાં ધારાસભ્ય દ્વારા પોલીસની પકડથી બચવા માટે તેમણે આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધાનો હુકમ જાહેર કર્યો હતો. આપને જણાવી દઇએ કે, શિવસેનાનાં નેતા અને પૂર્વ […]

Top Stories Ahmedabad Gujarat

ખાનગી સોસાયટીના ચેરમેન ન હોવા છતાં પણ માજી ધારાસભ્ય હરેશ ભટ્ટએ તે જમીન બારોબાર વેંચી મારીને કૌભાંડ આચરવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જે કેસમાં ધારાસભ્ય દ્વારા પોલીસની પકડથી બચવા માટે તેમણે આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધાનો હુકમ જાહેર કર્યો હતો.

આપને જણાવી દઇએ કે, શિવસેનાનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદનાં વાસણાની જમીનોના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બારોબાર જમીનોનું વેચાણ કરીને કૌભાંડ આચર્યાનો તેમની પર આક્ષેપ થયો હતા. આપને જણાવી દઇએ કે, હરેશ ભટ્ટ અગાઉ વીએચપી સાથે સંકળાયેલા હતા. વાસણા જમીન કૌભાંડ મામલે હરેશ ભટ્ટ સહિત ત્રણ લોકો સામે નોંધાઈ ફરિયાદ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વાસણાની જમીનોના ખોટા ડોક્યુમેન્ટ બનાવડાવી સેક્રેટરી, ચેરમેન બની જમીન વેચવાનું કૌભાંડ આચર્યું હોવા છે. વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.