Today Special/ રંગમંચ…મનોરંજનની સાથે સામાજિક સંદેશ આપવાનું શક્તિશાળી માધ્યમ…27 માર્ચ…’વર્લ્ડ થિયેટર ડે’…

વિલિયમ શેક્સપિયરનું એક પ્રસિદ્ધ કથન જીવન અને રંગમંચ વચ્ચેની સમાનતાને દર્શાવે છે, કળાકારોને સન્માન આપવા માટે ‘વિશ્વ રંગમંચ દિવસ’ (World Theater Day)…

Trending Lifestyle
World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

Today Special: આજે 27 માર્ચના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ થિયેટર ડે’ અર્થાત્ ‘વિશ્વ રંગમંચ દિવસ’ (World Theater Day 2026, 27 March) ઉજવવામાં આવે છે . થિયેટર એટલે એક જીવંત કળા… જેમાં કલાકારો મંચ પર સામાજીક કથાઓ, લાગણીઓ અને ધારદાર પ્રશ્નોની જીવંત રીતે રજૂઆત કરે છે.

સદીઓથી થિયેટર મનોરંજન સાથે-સાથે સામાજિક સંદેશ આપવાનું પણ એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે. રંગમંચની આ અનોખી કલાને ઉજવવા માટે દર વર્ષે 27 માર્ચે ‘વર્લ્ડ થિયેટર ડે’ ઉજવવામાં આવે છે.

વિશ્વ એક રંગમંચ અને આપણે સૌ કઠપૂતળીઓ-વિલિયમ શેક્સપિયર

વિલિયમ શેક્સપિયર (William Shakespeare)નું એક પ્રસિદ્ધ કથન જીવન અને રંગમંચ વચ્ચેની સમાનતાને દર્શાવે છે….અને એ છે….”સમગ્ર સંસાર એક રંગમંચ છે અને તમામ સ્ત્રી-પુરુષો કેવળ એના પાત્રો (કઠપૂતળી) છે…એ આવે છે અને ચાલી જાય છે, દરેકે પોતાના જીવનમાં અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે!”

“All the world’s a stage…and all the men and women merely players…”

આજે પણ વ્યંગ, હાસ્ય, પ્રણય, સંઘર્ષ, ક્રાંતિ, સામાજીક કુરીતિઓ વગેરે તમામ રસ ધરાવતા વિવિધ પ્રકારના નાટકોનું નિર્માણ થઇ રહ્યું છે.

World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

શા માટે મનાવવામાં આવે છે ‘વિશ્વ રંગમંચ દિવસ’ (World Theater Day 2026)?

જરા કલ્પના કરો કે, એક મંચને પ્રકાશિત કરવા લાઇટો ચાલુ થાય છે અને પડદો ધીમે-ધીમે ખૂલવા લાગે છે. કલાકારો પાત્રો બનીને મંચ પર એક અવનવું કલ્પનાવિશ્વ સર્જે છે. જોનારા પ્રેક્ષકો થોડા સમય માટે આ કથાનકમાં ખોવાઈ જાય છે અને એને જ સત્ય માને છે! આ જ તો છે થિયેટરની જાદુઈ દુનિયા….અને આવી અદ્ભૂત કળા અને સંસ્કૃતિ (Art & Culture)નો ઉત્સવ ઉજવવા માટે વિશ્વભરમાં’વર્લ્ડ થિયેટર ડે’ મનાવાય છે!

‘વિશ્વ રંગમંચ દિવસ’નો ઇતિહાસ (History)

વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા એનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ દિવસ રંગમંચ અર્થાત્ થિયેટર આર્ટના સાર, સૌંદર્ય, મહત્વ અને મનોરંજન (Entertainment) પીરસવામાં રંગમંચના કલાકારોની ભૂમિકા ઉપરાંત, જીવન પર રંગમંચનો પ્રભાવ કેટલો પડે છે એ તમામ બાબતોની સ્મૃતિ તાજી કરે છે.

World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

‘વિશ્વ રંગમંચ દિવસ’ (World Theater Day) મનાવવાનો ઉદ્દેશ્ય

થિયેટર માત્ર મનોરંજન નથી પણ તે સમાજના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાનું એક શક્તિશાળી માધ્યમ છે. તેના મૂળ 3 હેતુઓ છે.

1. થિયેટર કળાને પ્રોત્સાહન આપવું

2. વિશ્વભરના કલાકારોને એકસાથે જોડવા

3. સમાજમાં થિયેટરની ભૂમિકાને ઉજાગર કરવી

ભારતની શું સ્થિતિ છે?

ભારતમાં તો રંગમંચ (Indian Theater)ની પરંપરા ઘણી જ પ્રાચીન અને સમૃદ્ધ છે, જેને ભરતમુનિના નાટ્યશાસ્ત્ર દ્વારા સમજી શકાય છે. આ દિવસ એવા લોકો માટે એક ઉત્સવ છે જે કળા ક્ષેત્રે થિયેટરના પ્રદાન અને મહત્વને સમજી શકે છે.

World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

કાલિદાસ (Kalidaas)ના નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ્’, ભાસ અને ભવભૂતિની મહાન કૃતિઓથી માંડીને ગિરીશ કર્નાડ, વિજય તેંદુલકર, હબીબ તનવીર અને બાદલ સરકાર જેવા નામાંકિત લેખકો સુધી ભારતીય રંગમંચે અનેક ઉતાર-ચડાવ જોયા છે.

આજે પણ નાટ્ય મંડળીઓ, શેરી નાટકો (Street Dramas), લોક નાટ્ય અને આધુનિક થિયેટર સમાજના મહત્વના મુદ્દાઓ વિશે સમાજને જાગૃત કરવાનું ઉદ્દાત્ત કાર્ય કરે છે.

ભારતમાં થિયેટરની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રથી લઈને આધુનિક રંગમંચ સુધી ભારતની નાટ્ય પરંપરા સમૃદ્ધ રહી છે. ગુજરાતી રંગમંચ (Gujarati Theater) પણ દેશના મહત્વપૂર્ણ નાટ્ય પરંપરામાંથી એક છે. ગુજરાતમાં અનેક નાટ્યકારો અને કલાકારોએ રંગમંચને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે.

World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

આ દિવસે રંગમંચકર્મીઓને પુરસ્કૃત કરાય છે

છેલ્લાં ઘણા વર્ષોમાં આપણા દેશના કોમર્શિયલ થિયેટર ગ્રુપ્સ ઘણું સરસ કામ કરી રહ્યાં છે. તમે કોઈ પણ થિયેટર સમૂહ સાથે જોડાઇને નોકરી મેળવી શકો છો અને રંગમંચના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પણ બનાવી શકો છો. થિયેટરમાં અભિનય, નિર્દેશન, પરિકલ્પના અને અન્ય ઘણા કાર્યો સામેલ છે જેવા કે, કોરિયોગ્રાફર, આર્ટ ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર, સેટ ડિઝાઇનર, લાઇટ અને સાઉન્ડ ટેકનીશિયન વગેરે…

આ વિશેષ દિવસે સ્ટેજ પર જીવંત અભિનય અને નાટકો પ્રસ્તુત કરનારા કળાકારો (Theater Artists) અને સહયોગીઓના સન્માન અંગેના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. આ દિવસનો મૂળ ઉદ્દેશ્ય રંગમંચના તમામ સ્વરુપોને પ્રોત્સાહન આપવું, લોકોને થિયેટરના મહત્વ અંગે જાગૃત કરવા અને રંગમંચ સમુદાયને પોતાનો દાયરો વધુ વિસ્તૃત કરવામાં મદદરુપ થવાનો છે. આ દિવસે પ્રદર્શન અને પુરસ્કારો દ્વારા થિયેટરને પ્રોત્સાહન આપવામાં આવે છે.

World Theater Day 2026, કળા, નાટકો, અભિનય, કાલિદાસ

રંગમંચ સમાજનું પ્રતિબિંબ

ડિજિટલ યુગમાં જ્યારે ફિલ્મ અને વેબ સિરીઝ (Films & Web Series)નું પ્રભાવ વધી રહ્યું છે… ત્યારે પણ થિયેટર પોતાની અલગ ઓળખ જાળવી રાખે છે. કારણ કે થિયેટર એક એવી કલા છે જેમાં કલાકાર અને પ્રેક્ષક સીધા સામસામે જોડાય છે. આ જીવંત અનુભવ થિયેટરને અનોખું બનાવે છે.

રંગમંચ માત્ર એક કળા નથી પણ સમાજનું પ્રતિબિંબ પણ છે. ઘણા સામાજિક મુદ્દાઓ થિયેટર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. વર્લ્ડ થિયેટર ડે આ કલા અને કલાકારોને સન્માન આપવાનો દિવસ છે. અને સાથે સાથે યુવા પેઢીને રંગમંચ તરફ પ્રોત્સાહિત કરવાનો પણ દિવસ છે.

રંગમંચ કળા સંસ્કૃતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ

થિયેટર એક એવી કલા છે જે માત્ર મનોરંજન પૂરતી નથી… પણ તે સમાજને વિચારવા માટે પ્રેરણા આપે છે. વર્લ્ડ થિયેટર ડે આપણે યાદ અપાવે છે કે, રંગમંચ અને કળા સંસ્કૃતિના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, ‘વિશ્વ રંગમંચ દિવસ’ આપણને કળાના મહત્વને સમજવા અને એન અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવાની પ્રેરણા આપે છે. આ દિવસે તમામ થિયેટર આર્ટિસ્ટ્સને આપણે નમન કરીએ અને સંકલ્પ લઇએ કે આપણા સમાજ અને સંસ્કૃતિને આ સશક્ત માધ્યમ દ્વારા આગળ ધપાવીશું!


આ પણ વાંચો: આજે 25 માર્ચ…માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધો પૈકીની એક ગુલામી પ્રથાનો ‘આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ’…

આ પણ વાંચો: ‘જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે’…22 માર્ચના રોજ પીવાના સ્વચ્છ પાણી અંગેની જાગૃતિ પહેલ ‘વર્લ્ડ વોટર ડે’…

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…