Today Special/ ‘બ્રેક ધ આઇસ’, ‘ફેઇન્ટ હાર્ટેડ’ અને ‘લવ ઈઝ બ્લાઇન્ડ’ વાક્યાંશોના જનકની સ્મૃતિમાં આજે મનાવાય છે…’અંગ્રેજી ભાષા દિવસ’…

પરંપરાગત રીતે મહાન લેખક વિલિયમ શેક્સપિયરના જન્મદિવસ અને પુણ્યતિથિ નિમિત્તે 23 એપ્રિલના રોજ ‘અંગ્રેજી ભાષા દિવસ’ (English Language Day) મનાવાય છે…

Trending Lifestyle
English Language Day, સંવાદ, સંચાર, વિલિયમ શેક્સપિયર, લવ ઇઝ બ્લાઇન્ડ

Today Special: પ્રતિ વર્ષ 23 એપ્રિલના રોજ ‘અંગ્રેજી ભાષા દિવસ’ (English Language Day, 23 April)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને બહુભાષાવાદ તથા સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્સવના સ્વરુપમાં યુએન દ્વારા મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી.

આ તારીખ પરંપરાગત રીતે મહાન લેખક વિલિયમ શેક્સપિયરના જન્મદિવસ અને પુણ્યતિથિ એમ બંને દિવસને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે.

English Language Day, સંવાદ, સંચાર, વિલિયમ શેક્સપિયર, લવ ઇઝ બ્લાઇન્ડ

અંગ્રેજી ભાષામાં વિલિયમ શેક્સપિયરનું યોગદાન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘અંગ્રેજી ભાષા દિવસ’ 23 એપ્રિલ (23 April)ના રોજ મનાવવામાં આવે છે. આ તારીખ પરંપરાગત રીતે મહાન લેખક વિલિયમ શેક્સપિયર (William Shakespeare)ના જન્મદિવસના અને પુણ્યતિથિ એમ બંને દિવસને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે. યોગાનુયોગે આ બંને તારીખ 23 એપ્રિલ જ છે! 23 એપ્રિલ 1564માં જન્મ અને 23 એપ્રિલ 1616 ના રોજ એમનું મૃત્યુ થયું હતું.

અંગ્રેજી ભાષાના સૌથી પ્રસિદ્ધ નાટ્યકાર એવા શેક્સપિયરનો આધુનિક ઈંગ્લિશ ભાષા પર ગહન પ્રભાવ રહેલો છે. ભાષાની સાથોસાથ એમની રચનાત્મકતા પણ કમાલની હતી…એમણે નવા શબ્દો અને વાક્યાંશોને જન્મ આપ્યો હતો જેવા કે, ‘ગૉસિપ’, ‘ફેશનેબલ’, ‘લોન્લી’ જેવા આજે છૂટથી વપરાતા શબ્દપ્રયોગો શેક્સપિયરની જ દેન છે!

આ ઉપરાંત, એમણે ‘બ્રેક ધ આઇસ’, ‘ફેઇન્ટ હાર્ટેડ’ અને ‘લવ ઈઝ બ્લાઇન્ડ’ (‘Break the Ice’, ‘Faint Hearted’ and ‘Love is Blind’)જેવી કહેવતોનો પણ આવિષ્કાર કર્યો હતો!

English Language Day, સંવાદ, સંચાર, વિલિયમ શેક્સપિયર, લવ ઇઝ બ્લાઇન્ડ

‘અંગ્રેજી ભાષા દિવસ’ (English Language Day)નો ઇતિહાસ

આજે યુએન (UN)ની બે કાર્યકારી ભાષાઓ પૈકીની એક છે ફ્રેન્ચ અને બીજી છે ઈંગ્લીશ..! આ ભાષા આંતરરાષ્ટ્રીય સંવાદ અને સંચારની પ્રમુખ ભાષા માનવામાં આવે છે. અલગ-અલગ દેશોના અને સંસ્કૃતિઓ (Cultures)ના લોકો અંગ્રેજી એમની માતૃભાષા ન હોવા છતાંય એમાં પરસ્પર આસાનીથી સંવાદ (Communication) સાધી શકે છે! વૈશ્વિક સહયોગ, સંવાદ અને કૂટનીતિનું એક અનિવાર્ય માધ્યમ બની ચૂકી છે અંગ્રેજી ભાષા..!

યુએનની અન્ય 4 અધિકૃત ભાષાઓ છે, અરબી, ચીની, રુસી અને સ્પેનિશ!

આ વિશેષ દિવસ અંગ્રેજી ભાષાની સુંદરતા અને વૈશ્વિક પ્રભાવની પરખ કરવાની તક પ્રદાન કરે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2010માં સંયુક્ત રાષ્ટ્રના સાર્વજનિક સૂચના વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેનો મૂળ ઉદ્દેશ્ય અંગ્રેજી ભાષાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વૈશ્વિક મહત્વને ઉત્તેજન આપવાનો છે.

English Language Day, સંવાદ, સંચાર, વિલિયમ શેક્સપિયર, લવ ઇઝ બ્લાઇન્ડ

ભારતમાં અંગ્રેજી ભાષાનું સ્થાન

ઈંગ્લીશ દુનિયાભરના લોકોની સૌથી લોકપ્રિય અને ઉપભોગ્ય બોલીઓ પૈકીની એક છે અને વૈશ્વિક બાબતો, રાજનૈતિક સંબંધો, વેપાર, વિજ્ઞાન અને અન્ય મનોરંજન સહિતના ક્ષેત્રોમાં એક કોમન માધ્યમના સ્વરુપે કાર્ય કરે છે.

ભારત (India)માં પણ અંગ્રેજીનું ઘણુ જ મહત્વ છે કારણ કે, આ ભાષા લોકોને પરસ્પર જોડાવામાં અને વૈશ્વિક અવસરોને પ્રોત્સાહન આપવામાં સહાયક સિદ્ધ થઇ છે.

આ દિવસે અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે, જેમાં પુસ્તક પઠન, અંગ્રેજી ક્વિઝ, કાવ્યગોષ્ઠી અને સાહિત્યગોષ્ઠી જેવા કાર્યક્રમો દ્વારા અંગ્રેજી ભાષાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

English Language Day, સંવાદ, સંચાર, વિલિયમ શેક્સપિયર, લવ ઇઝ બ્લાઇન્ડ

અંતે નિષ્કર્ષ એ છે કે, માતૃભાષા (Mother Language) ચાહે કોઇ પણ હોય પરંતુ વૈશ્વિક સ્તરે અંગ્રેજી ભાષાએ જે સ્થાન પ્રાપ્ત કર્યુ છે એ સરાહનીય છે અને એનો દીવા જેવો પ્રભાવ વિશ્વના અનેક ક્ષેત્રો જેવા કે શિક્ષણ, મનોરંજન, સંસ્કૃતિ અને સંચાર પર જોઇ શકાય છે.


આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…