ચીનમાં દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલનું ટ્રાયલ થોડા જ સમયમાં કરવામાં આવશે. વર્ષ ૨૦૧૧માં આ પુલનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું. ૫૫ કિલોમીટર લાંબા આ પુલને બનાવવાનું કામ ગયા વર્ષે જ પૂરું થયું છે. પુલ બનાવવાનો ખર્ચ ૮ અરબ ડોલર થયું છે.

ચીનની એક ન્યુઝ એજન્સી દ્વારા તેનો વિડીયો મુકવામાં આવ્યો છે.
શું છે આ પુલની ખાસિયત
આ પુલ ઘણો ખાસ છે. આ પુલમાં કેબલ બ્રીજ, અન્ડરગ્રાઉન્ડ ટનલ અને આર્ટીફીશીયલ આઈલેન્ડ સહિત ઘણી ખાસ વસ્તુ તૈયાર કરવામાં આવી છે જે એન્જીનીયરીંગનો એક જોરદાર નમુનો કહી શકાય.

ટ્રાયલ માટે મકાઉ અને હોંગ-કોંગ તેમના ૪૦ વાહનોને આ પુલ પર મોકલશે.
જો કોઈ અડચણ નહિ આવે તો આ પુલને આવતા મહીને જાહેર ખુલ્લો મુકવામાં આવી શકે છે.

આ કોઈ નાનો પ્રોજેક્ટ નથી. આ પુલ બનાવવામાં ચીનની મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીનો ફાળો પણ છે.

આ પુલનું રાજનીતિક મુલ્ય પણ ઘણુ વધારે છે. હોંગ-કોંગ પોતાને અભિવ્યક્તિની આઝાદી અને લોકતંત્રવાળો દેશ ગણાવે છે પરંતુ તે સ્વતંત્ર રાષ્ટ્ર નથી, પરંતુ તે ચીનના વિશેષ પ્રશાસનિક ક્ષેત્રમાં આવે છે.
સામાન્ય રીતે ચીન કહેતું રહે છે કે હોંગ-કોંગ સાથેના અંગત મામલામાં તે કોઈ દખલ નથી કરતું પરંતુ આ પુલના દ્વારા તે હોંગકોંગ સુધી આરામથી પહોચી શકે તેમ છે.
