Gujarat election 2022/ વડાપ્રધાન મોદી 19મી નવેમ્બરે આવી શકે છે ગુજરાત

Gujarat election 2022ને લઈને દરેક રાજકીય પક્ષોની (Political parties) તૈયારીએ વેગ પકડ્યો છે. તેમા પણ શાસક પક્ષ કશી કસર છોડવા માંગતો નથી.

Top Stories Gujarat

Gujarat election 2022ને લઈને દરેક રાજકીય પક્ષોની (Political parties) તૈયારીએ વેગ પકડ્યો છે. તેમા પણ શાસક પક્ષ કશી કસર છોડવા માંગતો નથી. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 19મી નવેમ્બરે ગુજરાતમાં આવવાના છે.  27 વર્ષથી સત્તા પર બેઠેલા ભાજપે (BJP) ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીને  (Anti incumbancy) ખાળવા માટે છેવટે વડાપ્રધાન મોદીની ઇમેજનો જ સથવારો લેવો પડ્યો છે.

આજે તે હકીકત છે કે 2017ની જેમ ગુજરાતમાં આ જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના તારણહાર હશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે. વડાપ્રધાન મોદી પણ આ વાત સુપેરે જાણે છે, જો કે વડાપ્રધાન મોદી ફક્ત ગુજરાતની જ નહી પણ દરેક રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો મુખ્ય ચહેરો રહ્યા છે.

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે તે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન મોદી વલસાડ અને વાપીમાં જનસભાને સંબોધશે. દક્ષિણ ગુજરાતમાં આ વખતે આપ કાઠું કાઢી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી સ્વાભાવિક રીતે એન્ટિ ઇન્કમ્બન્સીને ખાળવામાં મહત્વનું પરિબળ નીકળે તેમ માનવામાં આવે છે.