Not Set/ “વિકાસ”/ ગુજરાત રાજ્યની નાણાંકીય સ્થિતિ સ્પષ્ટ કરતો રિપોર્ટ આવી ગયો છે….

સરકાર દ્વારા રાજ્યની નાણાંકીય સ્થિતિ સ્પષ્ટ કરતો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાતને કયા કારણો સર સમગ્ર દેશમાં વિકસીત અને મોડલ સ્ટેટ તરીકે જોવામાં આવી રહ્યું છે તે આ નાણાંકીય રિપોર્ટનાં આંકડાથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. ગુજરાત નાણાંકીય સ્થિતિ હાલનાં આર્થિક સંજોગોમાં  રિપોર્ટ પ્રમાણે ખુબ સારી જોવામાં આવી રહી છે. રાજ્યમાં દેવું પૂર્વની સાપેક્ષમાં ઘટી […]

Top Stories Gujarat Others

સરકાર દ્વારા રાજ્યની નાણાંકીય સ્થિતિ સ્પષ્ટ કરતો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાતને કયા કારણો સર સમગ્ર દેશમાં વિકસીત અને મોડલ સ્ટેટ તરીકે જોવામાં આવી રહ્યું છે તે આ નાણાંકીય રિપોર્ટનાં આંકડાથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.

ગુજરાત નાણાંકીય સ્થિતિ હાલનાં આર્થિક સંજોગોમાં  રિપોર્ટ પ્રમાણે ખુબ સારી જોવામાં આવી રહી છે. રાજ્યમાં દેવું પૂર્વની સાપેક્ષમાં ઘટી રહ્યું હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તો સાથે સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા વધુ વિકાસ નોંધવામાં આવ્યો છે.

ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત દેશભરમાં બહ બની ઉભર્યું છે. તો વિવિધ ઉદ્યૌગ મામલે ગુજરાતમાં 1500 MOU અને 222 એસ્ટાબ્લિસ સ્ટાર્ટપ નોંધવામાં આવે છે. દેશના કૃષિ ઉત્પાદનમાં ગુજરાત મોખરે હોવાનો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં કૃષિ વિકાસ દર 9.3 ટકા જેટલો માતબર નોંધવામાં આવ્યો છે.

ગુજરાત LNGમાં દેશમાં મોખરે જોવામાં આવે છે. અને  ગુજરાતમાં 300 થુ વધુ નવા સીએનજી સ્ટેશન શરૂ કરી દોવામાં આવ્યા હોવાની સાથે સાથે સરકાર દ્વારા અનેક સીએનજી સ્ટેશનો કાર્યરત કરવાનાં વિવિધ વિકાસલક્ષી પગલા લેવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.