Not Set/ મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ ભાજપે સરકાર રચવા માટે બાલ ઠાકરેની ફોર્મ્યુલા સુઝવી, શું  શિવસેના આ ફોર્મ્યુલા માનશે…?

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે, ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દનવેએ બાલાસાહેબ ઠાકરેની 1995 સરકાર બનાવવા માટેનું ફોર્મ્યુલાનું સુચન કર્યું છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શિવસેના આ 24 વર્ષ જુનું ફોર્મ્યુલા સ્વીકારશે? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને બંને પાર્ટી વચ્ચે મતભેદ શિવસેના સામે 1995 નું ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી […]

Top Stories India

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે, ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દનવેએ બાલાસાહેબ ઠાકરેની 1995 સરકાર બનાવવા માટેનું ફોર્મ્યુલાનું સુચન કર્યું છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શિવસેના આ 24 વર્ષ જુનું ફોર્મ્યુલા સ્વીકારશે?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને બંને પાર્ટી વચ્ચે મતભેદ

શિવસેના સામે 1995 નું ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ માટે રાજકીય લડત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દનવેએ બાલાસાહેબ ઠાકરેનું 1995 ની સરકાર રચના માટેનું ફોર્મ્યુલાનું સુચન કર્યું છે. આ અંતર્ગત વધુ બેઠકોવાળી પાર્ટીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને ઓછી બેઠકોવાળી પાર્ટીને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શિવસેના આ 24 વર્ષ જુનું ફોર્મ્યુલા સ્વીકારશે?

1995 નું ફોર્મ્યુલા શું હતું?

મહારાષ્ટ્રમાં, ભાજપ અને શિવસેનાએ 1990 માં પ્રથમ ઔપચારિક રીતે ચૂંટણી લડી હતી. આ પછી, 1995 માં, ભાજપ-શિવસેનાએ સાથે મળીને તેમનું નસીબ અજમાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના જોડાણના આર્કિટેક્ટ કહેવાતા ભાજપ નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાજપ કેન્દ્રમાં રાજકારણ કરશે અને શિવસેના રાજ્યની રાજનીતિમાં રહેશે.

વધુ બેઠકો જીતેલા મુખ્યમંત્રી

આ સાથે, એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જેને વધુ બેઠકો મળશે તે મુખ્યમંત્રી બનશે અને જેની બેઠકો ઓછી હશે, તે નાયબ મુખ્ય પ્રધાન. શિવસેનાએ 169 બેઠક પર ચૂંટણી લડી હતી અને તેમાંથી  73 અને બીજેપીએ 116 બેઠકો પર ચૂંટણી લડી હતી અને  65 બેઠકો જીતી લીધી હતી. આવી સ્થિતિમાં મહાગઠબંધનની શરત પ્રમાણે શિવસેનાને મુખ્યમંત્રી અને ભાજપને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. તે જ સમયે, ગૃહ, મહેસૂલ અને પીડબ્લ્યુડી જેવા મોટા મંત્રાલયો પણ ભાજપને મળ્યા. આ રીતે, ભાજપ અને શિવસેનાએ સંયુક્ત રીતે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી હતી.

શું શિવસેના 1995 ના ફોર્મ્યુલા પર સંમત થશે?

હકીકતમાં, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. શિવસેના ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે, જ્યારે ભાજપ 15 અપક્ષો સાથે રહેવાની તાકાત બતાવી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે, તે પહેલાં નવી સરકારની રચના થવાની છે.

શું મહારાષ્ટ્ર 5૦-5૦ના ફોર્મ્યુલા સાથે અઢી વર્ષના મુખ્ય પ્રધાનની માંગણી સાથે અડગ શિવસેના, 1995 ના ફોર્મ્યુલા પર શિવસેના સંમત થશે? આ અંતર્ગત ભાજપના સીએમ અને શિવસેના ડેપ્યુટી સીએમની સાથે ગૃહ, મહેસૂલ અને પીડબ્લ્યુડી જેવા મંત્રાલય સાથે સરકાર બનાવવા માટે સંમત થશે..?

જોકે શિવસેનાએ 2014 માં ભાજપથી છૂટા થયાના એક મહિના પછી સરકારમાં જોડાયા હતા, પરંતુ પીડબ્લ્યુડી સિવાય કોઈ મોટું મંત્રાલય હાથ લાગ્યું ના હતું. 2014 માં કેન્દ્ર સરકારમાં પણ તેમને એક જ ઉદ્યોગ મંત્રાલય મળ્યું હતું અને તેમને આ એક મંત્રાલયથી સંતોષ માનવો પડ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી કડી બનીને ઉભરી શિવસેના કેન્દ્ર અને રાજ્ય બંનેને સમાન બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જોવું રહ્યું કે, શિવસેના 1995 ના ફોર્મ્યુલા પર સહમત થશે કે કેમ ..?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.