વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગના ગંભીર ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઇને ગેંગના 26 માથાભારે શખ્સો સામે GujCTOC અંતર્ગત પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે બિચ્છુ ગેંગના મુખીયા અસલમ બોડીયાની બોડેલીના છુછાપુર ખાતેની દરગાહ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ગેંગના અન્ય સાગરીતની યાકુતપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપીઓને મંગળવારે સ્પેશિયલ કોર્ટમાં રજુ કરતા પોલીસે 15 દિવસની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પ્રથમ વખત બિચ્છુ ગેંગના 26 માથાભારે શખ્સો સામે GujCTOC અંતર્ગત 19 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે સમયે બિચ્છુ ગેંગના 12 માથાભારે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. અન્યની ભાળ મેળવવા માટે વિવિધ ટીમો બનાવીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. 11 દિવસ બાદ બિચ્છુ ગેંગના મુખીયા અલસમ બોડીયાની છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી છુછાપુરા દરગાહમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે યાકુતપુરામાંથી અસલમના સાગરીત સોએબ અલી ઉર્ફે બાપુ સૈયદને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. બંન્ને આરોપીઓને મંગળવારે સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર, GujCTOC રધુવીર પંડ્યા હાજર રહ્યા હતા. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા કરવામાં આવેલા દલીલોને પગલે કોર્ટે અસલમ અને તેના સાગરીતના 15 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કુખ્યાત અલસમ બોડીયાએ 23 વર્ષમાં 62 ગુનાઓ આચર્યા છે. જેમાં મિલ્કત – જમીન પચાવવા, ધાક – ધમકી આપવા, હથિયારોની મદદથી લુંટ, ધાડ ભયનું વાતાવરણ ઉભુ કરવા જેવા અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અસલમ બોડીયા તથા સોએબ અલી દ્વારા સતત ગુનાહિત પ્રવૃતિઓ ચાલુ રાખવી, વિવાદાસ્પદ મિલ્કતોમાં પડી કાયદાનો દુરઉપયોગ કરીને જમીન પચાવી, ગુના આચરવા માટે સમય પર કાયદાકીય સલાહ મળતી રહેતી.. ગુનો નોંધાયા બાદ કુખ્યાત અસલમ બોડીયો ભરૂચ, અંકલેશ્વર, નસવાડી, છોટાઉદેપુર, નંદુરબાર, બોડેલી, રાજસ્થાન અને યુપી સહિત અન્ય જગ્યાઓએ છુપાયો હતો.
અસલમ બોડીયાના નિવાસ સ્થાનેથી તપાસ દરમિયાન વેચાણના દસ્તાવેજો તથા હથિયારો મળી આવ્યાં છે. તે અંગે વધુ માહિતી મેળવવા માટે તથા ટોળકીના સભ્યો કોના કહેવાથી ક્યાં ક્યાં ભેગા થતા હતા. અને રાજ્યમાં કયા પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હોવા અંગે વધુ માહિતી એકઠી કરવા તથા ગેંગના આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરીને વધુ માહિતી એકઠી કરવાના મુદ્દે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા તમામ દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપીઓને 15 દિવસના એટલે કે આગામી 17 જાન્યુઆરી સુધીના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
