Not Set/ #Chhattisgarh : દંતેવાડામાં થયો મોટો નક્સલી હુમલો, ૨ જવાન શહીદ, દુરદર્શનના એક કેમેરામેનનું પણ થયું મોત

દંતેવાડા, દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ૨ જવાનો શહીદ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, તેમજ દુરદર્શન ચેનલના એક કેમેરામેનનું  મોત થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. #UPDATE Two security personnel have also lost their lives in the attack by […]

Top Stories India Trending

દંતેવાડા,

દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ૨ જવાનો શહીદ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે, તેમજ દુરદર્શન ચેનલના એક કેમેરામેનનું  મોત થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે પોલીસ અને નક્સલીયો વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું.

મળતી માહિતી મુજબ, સુરક્ષાબળોના જવાનો દંતેવાડાના અરનપુર વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન માટે નીકળ્યા હતા. જો કે આ દરમિયાન જ નીવાલાયા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ આ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું.  ગોળીબારીમાં પોલીસબળોના ૨ જવાન ઘાયલ થયા છે. હાલમાં આ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ જ છે.

દંતેવાડાના એડિશનલ SP ગોરખનાથ બઘેલે આ હુમલાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે,  “હુમલામાં ઘાયલ થયેલા કેમેરામેનની હાલત ખૂબ જ નાજુક હતી અને ત્યારબાદ તેઓને સારવાર માટે જવાનો લઈ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ દમ તોડ્યો હતો”.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જયારે દિલ્હી દૂરદર્શનની એક ટીમ જંગલની અંદર સુરક્ષાબળો સાથે તેઓની ગતિવિધિઓનું કવરેજ કરવા માટે પહોંચી હતી.

જો કે આ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે, પરંતુ જયારે આ ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે જ તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.