National News: કેકેઆર ટીમમાં બાંગ્લાદેશી (Bangladeshi) ખેલાડીઓને સ્થાન આપવાના નિર્ણયને લઈને ટીમના માલિક શાહરુખ ખાન (Shahrukh Khan) સામે વિરોધ સતત વધી રહ્યો છે. પૂર્વ ભાજપના ધારાસભ્ય સંગીત સોમ દ્વારા કડક પ્રતિક્રિયા આપ્યા બાદ હવે ગુરુવારે ધર્મગુરુઓ અને કથાવાચકોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.
સંગીત સોમે શાહરુખ ખાન (Shahrukh Khan) પર ગંભીર આરોપ લગાવતા તેમને ગદ્દાર કહ્યા હતા. ત્યારબાદ હવે નાગપુરમાં આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ IPL 2026 માટે બાંગ્લાદેશી (Bangladeshi) બોલર મુસ્તફિઝુર રહમાનને કેકેઆર (KKR) ટીમમાં સામેલ કરવાના નિર્ણય અંગે શાહરુખ ખાન (Shahrukh Khan)ની કડક ટીકા કરી છે.
શાહરૂખ ખાન (Shahrukh Khan) નું વલણ દેશદ્રોહી જેવું રહ્યુ છે
ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે શાહરૂખ ખાન (Shahrukh Khan) નું વલણ હંમેશાથી એક દેશદ્રોહી જેવું રહ્યુ છે…તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી અને કહ્યુ કે ભારત સરકારે આવી ઘટનાને નજરઅંદાજ ન કરવી જોઈએ. તેમણે બાંગ્લાદેશના લોકો અને સરકારને કહ્યું કે દેશ વિવિધ સમુદાયોના સહયોગથી ઊભો છે અને દરેક સમુદાયની સુરક્ષા મહત્વપૂર્ણ છે.
અને ખાસ કરીને જણાવ્યું કે બાંગ્લાદેશના લોકો અને તેમની સરકારને સમજાવવું જોઈએ કે તેમનો દેશ હિન્દુઓની મદદથી બનાવવામાં આવ્યો હતો.

જે હીરો બનાવી શકે છે તે શૂન્ય પણ બનાવી શકે છે: દેવકીનંદન ઠાકુર
બીજું બાજુ કથાવાચક દેવકીનંદન ઠાકુરનુ કહેવું છે કે, પડોશી દેશમાં હિન્દુઓ સાથે હિંસક વર્તન થઈ રહ્યું છે. આ સમયમાં ભારતીય ટીમમાં બાંગ્લાદેશી (Bangladeshi) ખેલાડીની પસંદગી ખોટો સંદેશ આપી શકે છે. તેમણે શાહરૂખ ખાન (Shahrukh Khan) ને સંબોધતા કહ્યું, “ભૂલશો નહીં કે આ ભારતીયોએ તમને હીરો બનાવ્યા છે. જે હીરો બનાવી શકે છે તે શૂન્ય પણ બનાવી શકે છે.
અલીગઢના શાહી ચીફ મૌલાના ચૌધરી ઇફરાહીમ હુસૈને પણ કહ્યું કે KKRની ટીમમાં બાંગ્લાદેશી (Bangladeshi) ખેલાડીને સામેલ કરવો માનવતાની દૃષ્ટિએ યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે કોઈપણ વેપાર અથવા રમત સંબંધિત નિર્ણય નૈતિક માપદંડો અને જવાબદારીને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ.
કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે
મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને કહ્યું, “હું શાહરૂખ ખાનને વિનંતી કરું છું કે જો આપણા દેશવાસીઓ સાથે બાંગ્લાદેશમાં અન્યાય થઈ રહ્યો છે, તો આપણે સંદેશ આપવા માટે તેમના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” તેમણે ઉમેર્યું કે તેઓ આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવશે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં શાહરૂખ ખાનનું ગીત વાગ્યું, ઈન્ડોનેશિયન ગાવા લાગ્યા ‘કુછ કુછ હોતા હૈ…’
આ પણ વાંચો: દિલ્હીમાં ચાર બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા,12 વર્ષથી ભારતમાં રહેતા હતા
આ પણ વાંચો: ભરૂચમાં SOG મેગા ઓપરેશન,44 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા
