India News: જાહેર કરતાં કેન્દ્ર સરકારે ભારતીય નાવિકો અને નાગરિકોને સંઘર્ષગ્રસ્ત દરિયાઈ વિસ્તારો, ખાસ કરીને બ્લેક સીમાં નોકરી સ્વીકારતા પહેલાં સુરક્ષાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની અપીલ કરી છે. તાજેતરમાં બ્લેક સીમાં થયેલા હુમલાઓમાં પાંચ ભારતીયોના મોત બાદ વિદેશ મંત્રાલયે આ મહત્વપૂર્ણ એડવાઇઝરી (Advisory) બહાર પાડી છે.
કેન્દ્ર સરકારે ભારતીય નાવિકો માટે જારી કરી મહત્વપૂર્ણ Advisory
વિદેશ મંત્રાલયે બ્લેક સી એડવાઇઝરી (Black Sea Advisory) જાહેર કરીને ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે કે સંઘર્ષગ્રસ્ત દરિયાઈ વિસ્તારોમાં અથવા તે માર્ગેથી પસાર થતા કોમર્શિયલ જહાજોમાં નોકરી સ્વીકારતા પહેલાં તમામ સુરક્ષા જોખમોનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ. સરકારે જણાવ્યું છે કે આવા વિસ્તારોમાં હાલની પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે અને ત્યાં કામ કરતા નાવિકો માટે જોખમ સતત વધી રહ્યું છે. તેથી નોકરી સ્વીકારતા પહેલાં તમામ પરિસ્થિતિની જાણકારી મેળવવી જરૂરી છે.
Black Seaમાં હુમલાઓમાં પાંચ ભારતીયોના મોત બાદ નિર્ણય
કેન્દ્ર સરકારની આ એડવાઇઝરી પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં બ્લેક સીમાં કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાઓ છે. તાજેતરના હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું, જ્યારે 19 જુલાઈના હુમલામાં વધુ ચાર ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. આમ, એપ્રિલ 2026થી અત્યાર સુધી બ્લેક સી વિસ્તારમાં થયેલા હુમલાઓમાં કુલ પાંચ ભારતીયોના મોત થયા છે. સરકારે અગાઉ પણ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકતા હુમલાઓની નિંદા કરી હતી.
સુરક્ષા વ્યવસ્થા અને ઇન્શ્યોરન્સ અંગે માહિતી મેળવવાની કેન્દ્રની સલાહ
સરકારે જણાવ્યું છે કે ભારતીય નાવિકો (Indian Seafarers)એ નોકરી સ્વીકારતા પહેલાં જહાજના રૂટ, કયા બંદરો પર જહાજ રોકાશે, સુરક્ષા વ્યવસ્થા, ઇન્શ્યોરન્સ કવર અને ઇમરજન્સી દરમિયાન બચાવ અને વતન પરત લાવવાની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. સાથે જ રોજગારની તમામ શરતો આંતરરાષ્ટ્રીય દરિયાઈ ધોરણોને અનુરૂપ હોવી જોઈએ અને ઇમરજન્સીમાં તબીબી સારવાર, વળતર અને સ્વદેશ પરત મોકલવાની સ્પષ્ટ જોગવાઈ હોવી જોઈએ.
પરિવાર સાથે સંપર્કમાં રહેવા અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ
સરકારે દરિયાઈ સુરક્ષા (Maritime Safety)ને ધ્યાનમાં રાખીને ભારતીય નાવિકોને પોતાના પરિવારને મુસાફરીના રૂટ અને કાર્યક્રમ વિશે સતત માહિતગાર રાખવાની સલાહ આપી છે. જો કોઈ પણ પ્રકારની કાઉન્સ્યુલર સહાયની જરૂર પડે તો સંબંધિત દેશમાં આવેલા ભારતીય દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસનો તાત્કાલિક સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વધી રહેલા મિસાઇલ હુમલા (Missile Attacks) અને ડ્રોન હુમલાને કારણે કોમર્શિયલ જહાજો માટે જોખમ સતત વધી રહ્યું છે. તેથી ભારતીય નાવિકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ સતર્કતા રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત
આ પણ વાંચો:BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ, દરિયાઈ સુરક્ષા મુદ્દે ભારતની ચિંતા
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાની આશા,110 દિવસથી વિશ્વ રાહ જોઈ રહ્યું છે
