ફિલ્મોની દુનિયા સામાન્ય લોકોનાં જીવનથી ઘણી અલગ જ હોય છે. દરરોજ ઘણા લોકો સિનેમા જગતમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે, પરંતુ તેમાંના થોડા જ લોકો અભિનેતા અથવા અભિનેત્રીનું લેબલ મેળવી શકે છે. આ સ્થિતિમાં કેટલાક સ્ટ્રગલર કલાકારો હતાશ થઈ જાય છે, પરંતુ આશ્ચર્યજનક વાત છે કે ઘણા એવા ફિલ્મી સ્ટાર્સ પણ છે જેઓ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ કામ માટે તરસતા રહે છે. આ સમય દરમિયાન, તેઓ કેટલીકવાર એવા કામમાં વ્યસ્ત રહે છે જે તેમનું જીવન બરબાદ કરી નાખે છે. ફિલ્મ જગતની ઘણી જાણીતી અભિનેત્રીઓનાં નામ સેક્સ રેકેટ સાથે સંકળાયેલાં છે. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓનાં નામ જણાવી રહ્યા છીએ જેમણે દેહનાં વેપારમાં તેમની કારકિર્દી અને તેમનું જીવન બરબાદ કરી દીધું.
શર્લિન ચોપરા

એક સમયે પોતાની બોલ્ડનેસથી હિન્દી સિનેમામાં તહલકો મચાવતી અભિનેત્રી શર્લિન ચોપરા ઘણી વાર તેની હોટ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. શર્લિનનું નામ સેક્સ રેકેટ સાથે પણ જોડાયેલું છે. આશ્ચર્યની વાત એ છે કે તેણીએ પોતે મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે તે વેશ્યાવૃત્તિમાં સામેલ છે. આપને જણાવી દઇએ કે, તે સમયે, શર્લિનનાં નિવેદનને પીઆર સ્ટંટ માનવામાં આવતું હતું. શર્લિનની આવી જ બોલ્ડનેસે તેની બોલીવુડની કારકીર્દિ પણ છીનવી લીધી હતી.
સાયરા બાનુ

સાઉથ એક્ટ્રેસ સાયરા બાનુનું નામ પણ દેહનાં વેપાર સાથે સંકળાયેલું છે. હૈદરાબાદમાં 23 ઓગસ્ટ 2010 નાં રોજ એક મોટા સેક્સ રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો હતો. આ રેકેટમાં અભિનેત્રીને રંગે હાથ પકડવામાં આવી હતી.
શ્વેતા બાસુ પ્રસાદ

ફિલ્મ ‘ઇકબાલ’ થી હિન્દી સિનેમામાં એન્ટ્રી લેનાર શ્વેતાએ ખૂબ જ ટૂંકા સમયમાં અભિનયની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. શ્વેતા હૈદરાબાદની ‘બંજારા હિલ્સ’માં 2014 માં સેક્સ રેકેટમાં ફસાઇ હતી. રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા બે મહિનાથી રેસ્ક્યૂ હોમમાં રહી હતી. આ કેસ પછી તેને ઘણી બદનામ થઇ હતી. જણાવી દઇએ કે, તેણે ફિલ્મ મકડીમાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે.
મિષ્ટી મુખર્જી

મિષ્ટી મુખેર્જીએ તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત 2012 માં આવેલી ફિલ્મ “લાઇફ કી તો લગ ગઇ” થી કરી હતી. તેનું નામ સેક્સ રેકેટ સાથે પણ સંકળાઇ ચુકેલુ છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીનાં ઘરે વર્ષ 2014 માં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન અભિનેત્રી તેના ઘરની વાંધાજનક હાલતમાં મળી આવી હતી. તેમજ તેના ઘરમાંથી લાખો બ્લૂ ફિલ્મની કેસેટો પણ મળી આવી હતી.

