મુંબઈ
બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ તેની અપકમિંગ ફિલ્મ “મેંટલ હૈ ક્યા” માટે કાન છીદ્વાવ્યા છે રાજકુમાર પોતાની ભૂમિકાને જીવિત કરવા માટે જાણીતા છે. તાજેતરમાં હંસલ મહેતા નિર્દેશિત ફિલ્મ “ઓમાર્તા” માટે તેમને મસલ્સ બનાવ્યા હતા. એટલું જ નહીં રાજકુમાર રાવ આ ફિલ્મ માટે બ્રિટિશ એક્સેંટ પણ શીખ્યા હતા અને હવે તેઓ એ તેમના કાન છીદ્વાવ્યા છે.
મળતી માહિતી મુજબ રાજકુમાર રાવ જણાવ્યું હતું કે મે ક્લિપ-ઓન ઇયરિંગ્સ સાથે પ્રયાસ કર્યો હતો. પરંતુ હું તેને અસંતુષ્ટ હતો માટે મેં મારા કાન છીદ્વાવ્યા છે.

રાજકુમાર રાવએ તેની ભૂમિકાને સમજવા માટે અને તેમાં ઉતરવા માટે 3 અઠવાડિયા લાંબી વર્કશોપનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે આ મારા માટે ઘણું મુશ્કેલ કામ છે પરંતુ તે જ વસ્તુ છે જે એક એક્ટર તરીકે મને ઉત્તેજિત કરે છે જ્યારે પણ મને તક મળે છે હું લુક્સ માં ફેરફાર કરવા માટે સારો શ્રેષ્ઠ પ્રયાસ કરો છું પછી ભલે તે Bose: Dead/Alive માટે અડધું ટકલુ બનવું અથવા Trapped માટે વજન ઘટાડવું.

રાજકુમારા વધુમાં જણાવ્યું કે એક અભિનેતા તરીકે મારે તે બધું કરવું પડે છે કે જે મારા કિરદાર માટેની માંગણી હોય વાત જ્યારે એક્ટીંગની હોય તો મને સમાંજોતો કરવો ગમશે ફિલ્મ “મેંટલ હૈ ક્યા” માં રાજકુમાર રાવ કંગના રનૌતના સાથે કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી ફિલ્મના ઘણા પોસ્ટર્સ પણ રિલીઝ થઈ ગયા છે પરંતુ ટ્રેલર હજુ પણ રિલીઝ કરવામાં નથી આવ્યું.

