Mehsana News:મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉત્તેજનાભર્યા વાતાવરણ વચ્ચે વોર્ડ નં. 4માં ભાજપ અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે થયેલી અથડામણે લોહિયાળ સ્વરૂપ લીધું છે. તાવડિયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે થયેલા હુમલામાં (Attack) ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

વોર્ડ નં.4 ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા
‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા રોડ તરફ જતા રસ્તે આ ઘટના બની હતી. મિતેન ચૌધરી તેમના મિત્ર ધીમંત ચૌધરી સહિત અન્ય બે મિત્રો સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા. અચાનક અજાણ્યા 4 થી 5 શખ્સોએ તેમની ગાડીને રોકી અને તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ તથા પાઈપથી તેમના પર જાનલેવા હુમલો (Attack) કર્યો.

હુમલામાં (Attack) ગયો જીવ
“ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે. મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી તેમના અન્ય બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેમની ગાડીને રોકીને 4 થી 5 શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી હુમલો (Attack) કર્યો. મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ થઈ અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ધીમંત ચૌધરી અત્યારે સારવાર હેઠળ છે.”
આ પણ વાંચો:મહેસાણાના વડુ ગામે સગીરાએ એસિડ પી કરી આત્મહત્યા, ગામમાં શોક છવાયો
આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા
આ પણ વાંચો:મહેસાણાના વિજાપુરમાં પિતા-પુત્રના સંબંધો શર્મસાર, પુત્રએ પિતાની કરી ઘાતકી હત્યા
