Not Set/ IPL:  બોર્ડ થોડુ વહેલું જાગ્યું હોત તો ???

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અમદાવાદ ખાતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ વચ્ચે પણ મોડુ જાગ્યું હતું અને આ વખતે પણ મોડુ જાગ્યું તેના ફળ સ્વરૂપ મોટી કિંમત અમદાવાદની પ્રજાને અને ગુજરાતની પ્રજાને ભોગવવી પડી તેમ કહીએ તો જરા પણ ખોટું નથી.

Trending Sports
dukhd 6 IPL:  બોર્ડ થોડુ વહેલું જાગ્યું હોત તો ???

 વિદેશી ખેલાડીઓ મેદાન છોડવા માંડ્યા

ભારતીય ખેલાડીઓ સંક્રમિત થવાની સંખ્યા વધી પછી બોર્ડે વાર્યા ન માન્યા તે હાર્યા માન્યા જેવો નિર્ણય લીધો

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

આખરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના હોદ્દેદારોને ડહાપણની દાઢ ઉગી અને આઈપીએલની બાકીની મેચો રદ કરી છે. ૨૯ મેચો રમાઈ ગઈ. મુંબઈ, અમદાવાદ અને દિલ્હી જેવા કેન્દ્રોમાં આ મેચો રમાઈ ભલે તેમાં પ્રેક્ષકો નહોતા પરંતુ બન્ને ટીમના ખેલાડીઓ કોચ મેનેજરો ગ્રાઉન્ડમેન ટીવી કોમેન્ટેટરો તો હતા જ ને… ભારતના તો ઠીક પણ વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. આઈપીએલ મેચ શરૂ થઈ ત્યારે પણ દેશમાં કોરોના હતો જ અને આજે પણ છે જ. પરંતુ બીસીસીઆઈએ તે વખતે પોતાના નિર્ણયને યથાવત્‌ રાખ્યો. ટુર્નામેન્ટ ચાલુ રાખી જાેકે આઈપીએલ શરૂ થઈ ત્યારે તેમાં ભાગ લેનારી ટીમોના છ થી વધુ ખેલાડીઓ સંક્રમિત થઈ ચૂક્યા હતા ભલે તેમાંના ચાર સાજા થઈને આવી પણ ગયા અને પાછા રમતમાં જાેડાઈ પણ ગયા તે ઠીકવાત હતી પરંતુ કોરોના મટી ગયા પછી કેટલાક નિયમો પાળવા પડે તે કોવિડ પ્રોટોકોલનું પાલન થયું છે કે નહિ તે મોટો સવાલ છે.

himmat thhakar 1 IPL:  બોર્ડ થોડુ વહેલું જાગ્યું હોત તો ???
ભારતના લીજેન્ડ સ્પીનર રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં કોરોના આવતા તેણે આઈપીએલ છોડી અને એક પછી એક એમ છ થી વધુ વિદેશી ખેલાડી આઈપીએલ છોડી ગયા તે પૈકી કેટલાકે તો વતન વાપસીની પણ તૈયારી શરૂ કરી બે ખેલાડીઓ તો વતન પહોંચી પણ ગયા આ બધા સંજાેગો વચ્ચે જે બાકી બચેલા વિદેશી ખેલાડીઓ પૈકીના કેટલાકને પણ ગંભીરતા સમજાઈ ગઈ અને તેમણે આઈપીએલ છોડવા વિચારતા હતા. આ સંજાેગોમાં કેકેઆરના ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી સહિત બે ખેલાડીઓ કોરોના સંક્રમિત બન્યા. અમદાવાદની મેચ રદ કરવી પડી ત્યારબાદ બીજા બે ખેલાડીઓ વધુ સંક્રમિત બનતા બીજી મેચ રદ કરવી પડે તેવા સંજાેગો ઉભા થયા આખરે મંગળવારે આઈપીએલના વડા રાજીવ શુક્લે આઈપીએલ ટુર્નામેન્ટ રદ કરવાની જાહેરાત કરી દીધી અને નવો શીડ્યુલ્ડ હવે પછી જાહેર કરાશે તેમ પણ કહ્યું.

IPL 2021 Postponed: Everything You Need to Know
હકિકતમાં ખેલાડીઓના હિત માટે આ પગલું જરૂરી હતું. આવશ્યક હતું અને આવકારવા લાયક છે. કારણ કે એ ટીમ માટે તો ખેલાડીઓ બીજી ટીમ માટે ઉછીના લેવા પડે તેવી હાલત હતી. રાજીવ શુક્લે એમ કહ્યું કે ખેલાડીઓના વ્યાપક હિતમાં ટુર્નામેન્ટ પર પડદો પાડ્યો છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના હોદ્દેદારો જય શાહે પણ એવી જ જાહેરાત કરી કે ખેલાડીઓના હિત ખાતર ટુર્નામેન્ટ રદ થાય છે. મોડે મોડે પણ બીસીસીઆઈના હોદ્દેદારોને ડહાપણ આવ્યું તે સારી વાત છે. મોટા ભાગની મેચો અમદાવાદ અને મુંબઈ જેવા કોરોનાના હોટ સ્પોર્ટ જેવા વિસ્તારોમાં રમાવાની હતી. રમાઈ તેમાંથી પણ ઘણી મેચોના સ્થળ આ બે સ્થળો જ હતા બીજા જે સ્થળો છે ત્યાં પણ કોરોનાની હાજરી છે જ ભારતમાં કોરોનાની બીજી લહેર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે તેવા સંજાેગોમાં આઈપીએલનો કાર્યક્રમ આગળ વધારવાની જીદ બીસીસીઆઈએ પકડી રાખી તે બાબત જ વિચાર માગી લે તેવી છે. ક્રિકેટ સત્તાવાળાઓ શું મોટા પ્રમાણમાં ક્રિકેટવીરો સંક્રમિત બને તેની રાહ જાેતા હતા ? કે પછી ખેલાડીઓના આરોગ્ય કરતાં આપણા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને તેની તીજાેરી ભરવાની ચિંતા હતી ? આ મહત્વનો સવાલ છે.

Indian Premier League: Australian Cricketers, Support Staff Expected To  Head To Maldives | Cricket News
ગત વર્ષે પણ યુએઆઈમાં આઈપીએલ રમાડવાનો નિર્ણય મોડો જ લેવાયો હતો ગત વખત કરતાં આ વખતે કોરોના ગંભીર છે અને ખેલાડીઓમાં પણ સંક્રમણ ઘુસી ગયુ છે ત્યારે સ્થળો ફેરવવા માટે પહેલેથી કવાયતની જરૂરત હતી. આ અંગે બોર્ડના કેટલાક સૂત્રો એવી દલિલ કરી રહ્યા છે કે અત્યારે ૨૦૨૨ના અંત સુધી ક્રિકેટ શેડ્યુઅલ એટલો બધો ભરચક છે કે ક્યારે આઈપીએલ રમાડવી તે મોટો સવાલ છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હવે જુલાઈ માસ બાદ કે ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાનો ભય જે રીતે નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે તે જાેતા ટી ટ્‌વેન્ટીના વિશ્વકપ સહિતના બાકીના આયોજનો સામે પણ પ્રશ્નાર્થ તો ઉભા થયા જ છે આ અંગે આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સાથે બેસીને નિર્ણય લેવાની જરૂરત છે. આ અંગે ઝડપી નિર્ણયની આવશ્યકતા છે જ્યાં કોરોના નથી તેવા સ્થળે મેચ રમાડી શકાય છે. પ્રેક્ષકોને હાજર રાખવાની ભૂલ તો હજી દોઢ વર્ષ કરવા જેવી નથી.

India vs England: Pictures of the world's largest cricket stadium in  Motera, Ahmedabad
અમદાવાદના સરદાર પટેલના નામને ગૌણ બનાવી નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમનું નામકરણ કરાયા બાદ બે ટેસ્ટ મેચ ૫૦ ટકા પ્રેક્ષકોની હાજરી સાથે રમાઈ. તો પ્રથમ બે વનડે સો ટકા હાજરી સાથે રમાડવામાં આવી તેના કારણે અમદાવાદમાં જે રીતે કોરોનાનું જાેર જે રીતે વધ્યું તે હજી શાંત થયું નથી અને આ સિરિઝ પુરી થયા પછીના સમયથી અમદાવાદ રાત્રી કરફ્યુના અસર હેઠળ જીવે છે તે પણ હકિકત છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અમદાવાદ ખાતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ વચ્ચે પણ મોડુ જાગ્યું હતું અને આ વખતે પણ મોડુ જાગ્યું તેના ફળ સ્વરૂપ મોટી કિંમત અમદાવાદની પ્રજાને અને ગુજરાતની પ્રજાને ભોગવવી પડી તેમ કહીએ તો જરા પણ ખોટું નથી.

હવે આઈપીએલ રદ કરવાની જાહેરાત થઈ ત્યારબાદ બીસીસીઆઈના એક હોદ્દેદારે એમ કહ્યું કે આઈપીએલ રદ કરવાથી બીસીસીઆઈને રૂા.૨૦૦૦ કરોડનું નુકશાન થશે. આ અંગે એટલું જ કહેવું પડશે કે આ વખતની ખોટથી કાંઈ બીસીસીઆઈનો નફો ઘટવાનો છે. વિશ્વના સૌથી સમૃધ્ધ ગણાતા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કોઈ મોટી આર્થિક ખોટ જવાની નથી. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વગર પ્રેક્ષકોની મેચો રદ કરવી પડી તેનો કકળાટ કેટલાક સૂત્રો વ્યક્ત કરે છે. તે બાબતએક વાત સાબિત કરે છે કે તેમને વગર પ્રેક્ષકોની મેચમાં પણ આવક તો છે જ.

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અમદાવાદમાં પ્રેક્ષકોની ૫૦ ટકા હાજરી વાળી પાંચ પાંચ દિવસની બે મેચો યોજી ભલે આ બન્ને મેચો સાડા ત્રણ સાડા ત્રણ દિવસના ગાળામાં પૂરી થઈ તે અલગ વાત છે તો બીજી બાજુ પૂરી હાજરી વાળી બે વનડે યોજી. તેના માઠા ફળ ભોગવવા પડ્યા છતાં પણ આઈપીએલને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ખોટ તો ગઈ જ નથી તે વાત સ્વીકારવી પડે તેમ છે.

Kohli was always a smart cricketer, fitness his strength: Gambhir | Cricket  News - Times of India
જ્યારે પહેલી મેચ જ્યાં રમાવાની હતી ત્યાના ગ્રાઉન્ડ મેનો અને નીતિશ રાણા રીધ્ધીમાન સહા સહિતના ૪ ટોપના ખેલાડીઓ ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા જ સંક્રમિત બન્યા હતા તે વખતે જ આ કાર્યક્રમને મૂલત્વી રાખી નવો શેડ્યુલ ઘડવાની જરૂરત હતી તે વખતે પણ ઘણા નિષ્ણાતોએ સરકારને ચેતવી હતી આ વખતે પણ ચેતવી હતી પણ આવકના લોભમાં અને આર્થિક ખોટના ભયથી ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ મોડુ જાગ્યું અને વિદેશી ખેલાડીઓ વતન વાપસી માટે તલપાપડ બન્યા ત્યારે બીસીસીઆઈ જાગ્યું એનો અર્થ એવો થયો કે વાર્યા ન માન્યા તે હાર્યા માન્યા. તેના કરતાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પછી તરત જ બીસીસીઆઈએ યોગ્ય સમયમાં નવો શેડ્યુઅલ ઘડી કાઢ્યો હોત તો ? તેનું કેટલું માન રહી જાત…