Not Set/ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો ભારતીય યુવક ચીનની સરહદમાં મળી આવ્યો

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો ભારતીય યુવક ચીનની સરહદમાં મળી આવ્યો છે. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને આ અંગે માહિતી આપી છે. આ યુવકને ભારત પરત સોંપવા માટે ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

Top Stories India
અરાણાચલ પ્રદેશ ગુમ શખ્સ

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો ભારતીય યુવક ચીનની સરહદમાં મળી આવ્યો છે. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને આ અંગે માહિતી આપી છે. આ યુવકને ભારત પરત સોંપવા માટે ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Beautiful Player / ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

આપને જણાવી દઇએ કે, અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો છોકરો મળી આવ્યો છે. રવિવારે મળેલી માહિતી મુજબ ચીની સેનાએ ભારતીય સેનાને આ અંગે જાણકારી આપી છે. સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું કે, ચીની સેનાએ અમને માહિતી આપી છે કે તેમને અરુણાચલ પ્રદેશમાંથી એક ગુમ થયેલો છોકરો મળ્યો છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. અરુણાચલ પ્રદેશનાં BDP સાંસદ તાપીર ગાઓએ ચીની સૈનિકો પર એક યુવકનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને PM મોદી અને અમિત શાહને આ છોકરાને બચાવવા વિનંતી કરી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે છોકરો ટૂંક સમયમાં તેના ઘરે પાછો આવશે. તાપીર ગાઓએ ટ્વીટ કર્યું હતું કે, “ચીની PLAએ મંગળવારે ભારતીય ક્ષેત્રનાં લુંગટા જોર વિસ્તાર (ચીને 2018માં ભારતની અંદર 3-4 કિમીનો રસ્તો બનાવ્યો હતો) જિડો ગામનાં 17 વર્ષીય મિરમ તારોનની સીંગલા વિસ્તાર (બિશિંગ ગામ) માંથી ધરપકડ કરી હતી.” આ વિસ્તાર અરુણાચલ પ્રદેશનાં અપર સિયાંગ જિલ્લામાં આવેલો છે. તેના મિત્રો PLAની કસ્ટડીમાંથી નાસી છૂટ્યા હતા અને અધિકારીઓને જાણ કરી હતી. તમામ કેન્દ્ર સરકારની એજન્સીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેની વહેલી મુક્તિ માટે પગલાં ભરે.”

આ પણ વાંચો – વિધાનસભાની ચૂંટણી / BSPના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,જાણો સમગ્ર વિગત

ઉલ્લેખની છે કે, ઘટના અપર સિયાંગ જિલ્લાની છે. ચીને 2018માં જ્યાંથી 3-4 કિલોમીટરનો રોડ બનાવ્યો હતો ત્યાંથી 17 વર્ષનાં સ્થાનિક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. કિશોરનાં અન્ય મિત્રો ભાગવામાં સફળ રહ્યા હતા. તેમણે અધિકારીઓને ઘટનાની જાણ કરી અને અરુણાચલ પ્રદેશનાં સાંસદ તાપીર ગાઓનાં ધ્યાન પર આ બાબત લાવવાનું કામ કર્યું હતુ.