Not Set/ જામનગરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માત, Live અકસ્માતનો વીડિયો આવ્યો સામે

જામનગર જીલ્લાનાં હાઇવે રોડ પર કાર-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી રહી છે. ઘટનાનાં લાઇવ દૃશ્યોનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનામાં કેવી બેદરકારી ભરેલુ વર્તન વાહન ચાલકો દાખવી રહ્યા હોવાનું નોંધવામાં આવે છે. કહેવાય છે ને કે, જીવનમાં સોર્ટકટ બને ત્યાં સુધી ન લેવો જોઇએ અને આ વાત જીવનનાં દરેક તબક્કે એટલી જ યથાર્થ રીતે લાગુ પડે છે […]

Gujarat Others
7e8e8f18c366819a77ee362588bf8f46 જામનગરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માત, Live અકસ્માતનો વીડિયો આવ્યો સામે

જામનગર જીલ્લાનાં હાઇવે રોડ પર કાર-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી રહી છે. ઘટનાનાં લાઇવ દૃશ્યોનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનામાં કેવી બેદરકારી ભરેલુ વર્તન વાહન ચાલકો દાખવી રહ્યા હોવાનું નોંધવામાં આવે છે. કહેવાય છે ને કે, જીવનમાં સોર્ટકટ બને ત્યાં સુધી ન લેવો જોઇએ અને આ વાત જીવનનાં દરેક તબક્કે એટલી જ યથાર્થ રીતે લાગુ પડે છે તો આ ઘટના પુષ્ટી પણ આપે છે.

જી હા, જામનગર જીલ્લાનાં જામનગર-ખંભાળિયા હાઈવેની આ ઘટનામા તમે જોઇ શકો છો કે, વન-વે રોડ પર એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા બેબાક રીતે ચલાવતો જોવામાં આવી રહ્યો છે. નિયમોની એશી તેશી કરવી આ રીક્ષા ચાલકને ત્યારે ભારે પડી જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે. જી હા, હાલ તો આ ઘટનામાં કોઇ જાનહાની નોંધવામાં આવી નથી. પરંતુ અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે પોતાની ફરજ બજાવતા ફરી રાબેતા મુજબની કાર્યવાહી કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પરંતુ શું નિયમો જીવના જોખમે તોડવામાં આવે તે વ્યાજબી છે અને જો રીક્ષામાં રાબેતા મુજબ કેપેસીટી અને પાસીંગ કરતા વધારે મુસાફરો ભરેલા હોત તો, તે મુસાફરોનાં જાનમાલની નુકશાની માટે કોણ જવાબદાર ગણાત આવા અનેક પ્રશ્નો તો ઉદ્દભવે જ છે. 

જૂઓ કેવી બેજવાબદારી સાથે રીક્ષા ચાલક પોતનો સોર્ટકટ અપનાવે છે આ વીડિયોમાં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews