Not Set/ આસામમાં પૂર અને ભૂસ્ખલનથી મોટું નુકસાન, 33 લોકોએ ગુમાવ્યો જીવ, 15 લાખ લોકો પ્રભાવિત

આસામમાં સતત વરસાદને પગલે રાજ્યનાં ઘણા ભાગોમાં પૂર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 21 જિલ્લામાં પૂરથી 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાનને કારણે લગભગ 1.5 મિલિયન લોકોને અસર […]

India
e22fe43ada905bc5338382a7249a1c21 1 આસામમાં પૂર અને ભૂસ્ખલનથી મોટું નુકસાન, 33 લોકોએ ગુમાવ્યો જીવ, 15 લાખ લોકો પ્રભાવિત

આસામમાં સતત વરસાદને પગલે રાજ્યનાં ઘણા ભાગોમાં પૂર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 21 જિલ્લામાં પૂરથી 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાનને કારણે લગભગ 1.5 મિલિયન લોકોને અસર થઈ છે.

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, બુધવારે બારપેટા જિલ્લામાં ત્રણ અને પૂરથી સંબંધિત ઘટનાઓમાં ધુબરી, નગાંવ અને નાલબાડીમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કછાર જિલ્લામાં ભૂસ્ખલનમાં એક 50 વર્ષનાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

મળી રહેલી માહીત અનુસાર, રાજ્યનાં 33 જિલ્લાઓમાંથી 23 માં રહેતા લગભગ 14.95 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આપને જણાવી દઈએ કે, બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ ઘણા સ્થળોએ જોખમનાં ચિન્હોથી ઉપર વહી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.