Not Set/ કાર ચાલકે થૂંકવા ખોલ્યો દરવાજો, પાછળથી આવતા બ્રહ્માકુમારી ભેટ્યા મોતને, જાણો શું છે કારણ

રાજકોટ, સામાન્ય અકસ્માતની ઘટનામાં પણ વાહનચાલકો મારામારી, હત્યાનો પ્રયાસ અને અમુક કિસ્સાઓમાં ખૂન સુધી વાત પહોંચી જતી હોય છે, પરંતુ રાજકોટમાં મંગળવારે બનેલી જીવલેણ અકસ્માતની ઘટના બાદ પોલીસ અને અકસ્માત સર્જનાર ચાલક આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. વાહનચાલકની બેદરકારી અને ભૂલના કારણે અકસ્માતમાં 27 વર્ષના બ્રહ્માકુમારીનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના બાદ બ્રહ્માકુમારીના પરિવારજનોએ રોષ કે ફરિયાદનો ભાવ […]

Gujarat Rajkot
aaaaamahiaaaa 2 કાર ચાલકે થૂંકવા ખોલ્યો દરવાજો, પાછળથી આવતા બ્રહ્માકુમારી ભેટ્યા મોતને, જાણો શું છે કારણ

રાજકોટ,

સામાન્ય અકસ્માતની ઘટનામાં પણ વાહનચાલકો મારામારી, હત્યાનો પ્રયાસ અને અમુક કિસ્સાઓમાં ખૂન સુધી વાત પહોંચી જતી હોય છે, પરંતુ રાજકોટમાં મંગળવારે બનેલી જીવલેણ અકસ્માતની ઘટના બાદ પોલીસ અને અકસ્માત સર્જનાર ચાલક આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

વાહનચાલકની બેદરકારી અને ભૂલના કારણે અકસ્માતમાં 27 વર્ષના બ્રહ્માકુમારીનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના બાદ બ્રહ્માકુમારીના પરિવારજનોએ રોષ કે ફરિયાદનો ભાવ વ્યક્ત કર્યા વગર કહ્યું કે, અમારે પોલીસ ફરિયાદ નથી કરવી પરંતુ અકસ્માત સર્જનાર વ્યસન છોડી દે.

આપણે જણાવી દઈએ કે કુવાડવા રોડ પર કારચાલકે મસાલો ખાઈને થૂંકવા માટે ગાડીનો દરવાજો ખોલ્યો તો પાછળ સ્કૂટર પર આવતા બ્રહ્માકુમારીના મહિલા સેવકે બચવા માટે અચાનક બ્રેક મારવી પડી. જેના કારણે સ્કૂટર સ્લીપ થતાં તેઓ પડી ગયા અને પાછળ આવતી એસટી બસ નીચે કચડાઈ ગયા. જેમાં તેમનું મોત નિપજ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.