Not Set/ એક જ સાથે કોરોના બે વેરીએન્ટનો ચેપ, મહિલાનું  હોસ્પિટલમાં મૃત્યુ

વારંવાર પોતાના સ્વરૂપમાં ફેરફારને કારણે, કોરોના વાયરસ ઘણા પ્રકારો જીવલેણ બની રહ્યા છે. ડેલ્ટા, ડેલ્ટા પ્લસ પછી હવે બીટા વેરિએન્ટ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે.

Top Stories World
korona એક જ સાથે કોરોના બે વેરીએન્ટનો ચેપ, મહિલાનું  હોસ્પિટલમાં મૃત્યુ

બેલ્જિયમમાં કોરોના વાયરસના બદલાતા વેરીએન્ટનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 90 વર્ષીય મહિલાના શરીરમાં કોરોના વાઇરસના બે અલગ અલગ વેરીએન્ટ એક સાથે જોવા મળ્યા છે. અને મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાને આલ્ફા અને બીટો બંને પ્રકારના કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ બાબતે સંશોધનકારોની ચિંતા વધારી છે.

મહિલાને આલ્ફા અને બીટા ચલોથી ચેપ લાગ્યો હતો

મહિલા લાંબા સમયથી ઘરમાં એકલી રહેતી હતી. મહિલાને હજી સુધી એન્ટી કોરોના રસી મળી નહોતી. ભૂતકાળમાં તબિયત લથડતી હોવાને કારણે, તેને બેલ્જિયમના આલ્સ્ટ શહેરની ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો હતો. શરૂઆતમાં, મહિલાનું ઓક્સિજનનું સ્તર સારું હતું, પરંતુ તેણીની તબિયત ઝડપથી બગડતી હતી અને તે મહિલા માત્ર પાંચ જ દિવસમાં મૃત્યુ પામી હતી. જ્યારે નિષ્ણાંતોએ મહિલાના કોરોના રિપોર્ટ ઉપર તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મહિલામાં કોરોનાનો આલ્ફા સ્ટ્રેન કે જે પહેલા  યુકે માં મળી આવ્યો હતો. અને બીટા વેરિઅન્ટ જે પ્રથમ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું હતું તે પણ હાજર હતો.

कोरोना जांच

બંને પ્રકારો બેલ્જિયમમાં ઉપલબ્ધ હતા

હોસ્પિટલના પરમાણુ જીવવિજ્ઞાની અને સંશોધન ટીમના વડા, એની વેંકિઅરબર્ગેન જણાવ્યું હતું કે  મહિલાને જયારે ચેપ લાગ્યો ત્યારે બેલ્જીયમમાં આ બંને પ્રકારોના વાઈરસનો તરખાટ હતો. તેથી આશંકા છે કે મહિલાને બે જુદાજુદા લોકોથી કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે છે. જોકે, તે હજુ સુધી જાણી શકાયું નથી કે, તેણીને ચેપ કેવી રીતે લાગ્યો. તાજેતરમાં કેટલા લોકોએ મહિલાની મુલાકાત લીધી હતી અને તે મહિલાને મળવા ઘરે કોણ કોણ આવ્યું હતું, તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નિષ્ણાતોની ચિંતામાં વધારો

આપણે જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું હતું કે દેશમાં બે લોકોને કોરોના અલગ અલગ વેરીએન્ટ થી સંક્રમિત બન્યા છે. જો કે, આ કેસોની હજી પુષ્ટિ થઈ નથી અને કોઈ જર્નલમાં તેના વિશે કંઈ પ્રકાશિત થયું નથી. નિષ્ણાતોએ વધુ સંશોધન શોધવા માટે જરૂર જણાવી રહ્યા છે.