અમદાવાદઃ જન્માષ્ટમીમાં પાવન પર્વ નિમિત્તે અમદાવાદીઓને મલ્ટીલેવલ પાર્કિંગની Multilevel Parking ભેટ મળી છે. કોઈને પણ વિચાર આવે કે સામાન્ય રીતે સોસાયટીઓના બેઝમેન્ટમાં પાર્કિંગ કરવાના ફાંફા હોય છે ત્યાં અમદાવાદને આઠ માળના પાર્કિંગની ભેટ મળી છે પણ ત્યાં પાર્કિંગ કરશે કોણ, આ અગાઉ પણ નવરંગપુરા પાસે મ્યુનિસિપાલિટીએ બનાવેલું પાર્કિંગ તો ધૂળ ખાય છે ત્યાં હવે નવું પાર્કિંગ કેટલું સફળ થશે તે જોવાનું રહ્યુ છે.
રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનું આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેયર સહિતના હોદ્દેદારો અને એએમસી અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અહીં વિદેશમાં હોય તે પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં વાહન પાર્કિંગની સમસ્યાના સંપૂર્ણ તો નહીં પણ કમસેકમ Multilevel Parking પશ્ચિમી હિસ્સાના અમુક ભાગમાં તેનો ઉકેલ લાવવા માટે આ પ્રકારનું પાર્કિંગ કરવામાં આવ્યું છે. શહેરના સાબરમતી પર પાર્કિંગ માટે મર્યાદિત જગ્યાના લીધે વાહન પાર્કિંગની સમસ્યા હતા, પણ હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગે આ સમસ્યા દૂર કરી દીધી છે. આઠ માળનું આ પાર્કિંગ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સેન્સર બેઝ્ડ પાર્કિંગ છે.
આ પાર્કિંગમાં ટુ વ્હીલરે કલાકના દસ રૂપિયા અને ફોર વ્હીલરે કલાકના 20 રૂપિયા પાર્કિંગ Multilevel Parking ચાર્જ ચૂકવવો પડશે. રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં ઇવેન્ટ ગ્રાઉન્ડથી સીધુ જ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગ કોરિડોર દ્વારા ફૂટ-ઓવર બ્રિજ સાથે સીધું જોડાયેલ છે, જેથી ફૂટ-ઓવરબ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે. બીજા શબ્દોમાં કહીએ તો પશ્ચિમ હિસ્સાના રિવર ફ્રન્ટ પર જતાં વાહનો માટે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આ પાર્કિંગ આપશે.
આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે. 1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ/OTT પ્લેટફોર્મની અશ્લીલતા વિરુદ્ધ લાલ આંખ: જૈન ધર્મના આ મોટા આચાર્યો લડશે કાયદાકીય લડાઈ
આ પણ વાંચોઃ Heart Attack/જેતપુરમાં 26 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
આ પણ વાંચોઃ વાતાવરણમાં પ્રસરી ઠંડક/તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી
આ પણ વાંચોઃ Janmashtami 2023/કૃષ્ણના વિરહ બાદ રાધાનું શું થયું, જાણો શા માટે શ્રી કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા
આ પણ વાંચોઃ City Civil Court/બદનક્ષી કેસ મામલે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું,યુનિવર્સિટી સ્ટેટ છે તે માનહાનિનો દાવો કરી શકે નહીં
