ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મુહમ્મદના પોસ્ટર વિવાદે ભારે હોબાળો મચાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે એક નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું, “ગઈકાલે, બરેલીમાં એક મૌલાના ભૂલી ગયો કે રાજ્યમાં કોણ સત્તામાં છે અને તેણે વિચાર્યું કે તે જ્યારે ઇચ્છે ત્યારે વ્યવસ્થાને ખોરવી શકે છે. પરંતુ અમે સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાકાબંધી કે કર્ફ્યુ નહીં હોય.”
સીએમ યોગીએ કહ્યું કે અમે જે પાઠ શીખવ્યા છે આના કારણે, આવનારી પેઢીઓ રમખાણો કરતા પહેલા બે વાર વિચારશે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે સિસ્ટમને રોકવાનો આ કેવો રસ્તો છે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં આ સામાન્ય હતું, પરંતુ 2017 પછી, અમે કર્ફ્યુ પણ લાદવા દીધો નહીં. ઉત્તર પ્રદેશના વિકાસની વાર્તા અહીંથી શરૂ થાય છે.
બરેલીમાં શુક્રવારની નમાજ પછી થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના વડા મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે. “આઈ લવ મોહમ્મદ” વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઇ હતી, જેમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસ પર ગોળીબારનો સમાવેશ થતો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 1,700 અજાણ્યા અને કેટલાક નામાંકિત વ્યક્તિઓ સામે 10 એફઆઈઆર નોંધી છે. અને અત્યાર સુધીમાં 39 લોકોની ધરપકડ કરી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: lucknow News/“એક પણ વ્યક્તિને બક્ષવામાં ન આવે…”I Love Muhammad” પર વધતા વિવાદ વચ્ચે યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન
આ પણ વાંચો: National News/જેના માટે લેહમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તે પૂર્ણ રાજ્યનો દરજ્જો શું છે,? તેના ફાયદાઓ વિશે જાણો
આ પણ વાંચો: National News/સોનમ વાંગચુકને NSA હેઠળ ધરપકડ કરીને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા; લેહમાં ઇન્ટરનેટ બંધ
