Vadodara News : વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન દરમિયાન ચોર આવીને 1 લાખ લઈને રફુચક્કર થઈ જાય છે. લગ્ન સમારંભમાં સૌ કોઇનું ધ્યાન સેલિબ્રેશનમાં હોય છે, આ દરમ્યાન ઘણીવાર આપણી આસપાસથી જ ગઠીયાઓ મોકાનો લાભ ઉઠાવીને મહેનતની કમાણીના પૈસાનો ચૂનો લગાવી જાય છે. વડોદરામાં એક ગઠિયો મહિલાનું પર્સ ઉઠાવી ગયો જેમાં 1 લાખ રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન હતો. જે ઘટના ત્યા આવેલ CCTV માં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરામાં એક લગ્ન સમારંભ ચાલતો હતો તે દરમિયાન ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. વડોદરાના આજવા રોડ પર આવેલા કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ગત 28 તારીખે યોજાયેલા આ લગ્ન સમારોહમાં ગઠિયો નજર ચૂકવીને પર્સ લઈને ફરાર થઇ ગયો હતો. પર્સમાં 1 લાખ રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન હતો. CCTV કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં જોઇ શકાય છે કે વ્હાઇટ શર્ટ પહેરેલો એક વ્યક્તિ મહિલાની નજર ચૂકવીને તેનું પર્સ ઉઠાવી લે છે, પછી તેને ચૂપચાપ પોતાની પાસે રહેલી બેગમાં રાખી દે છે.. અને પછી ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.
સમગ્ર મામલે પોલીસે પુરાવા એકત્ર કરીને અને CCTV ની તપાસ કરીને યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ આરોપીની વધુ શોધખોળ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મંદિર પણ હવે સલામત નથી, દાદરા નગર હવેલીમાં ચોર ચોરી કરી ફરાર
આ પણ વાંચો: હાલારમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ ૩ કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ
આ પણ વાંચો: યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના જ ઘરમાં કરી ચોરી પિતાનું લોકર ચોર્યું અને…
