ધોરણ 12ના સગીર વિધાર્થીએ પોતાના વાલી મારફતે ધોરણ 12 કોમર્સના માર્કસ ગણવાની પધ્ધતિમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10ના ગણિતના વિષયને ધ્યાન પર ના લેતા એક રીટ પીટીશન દાખલ કરેલ છે.જે મુજબ કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10નું ગણિત તેનો પાયો છે.ધોરણ 12 કોમર્સ માં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસને ટકાવારી ઘટી જશે જેથી વિધાર્થીએ આની સામે પહેલા શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરેલ, પંરંતુ તે ધ્યાન પર ના લેતા વિધાર્થીએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે.

ધોરણ 12 કોમર્સ માં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર બને વિષય એ ગાણિતીક વિષય છે. GSEB એ આ બાબતે કરેલ અર્થઘટન મુજબ ગણિત ના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે તે સંદતર ખોટુ છે અને વિધાર્થીઓને અન્યાય કરતા છે.આજે કોમર્સ ફીલ્ડમાં જઈને લાખો લોકોએ સીએ /ટેક્ષ પ્રેક્ટીશનર/સીએસ/ICWA/એકાઉન્ટ થયા છેઆ બધા ગણિતમાં હોશિયાર હોય ત્યારે જ આગળ વધી શક્યા હોય છે. GSEB ની આ પ્રકાર ની દલીલ કે ગણિત માં નબળા હોય એટલે કોમર્સ રાખે તે બહુ મોટી ખામી ભરેલુ છે.
શિક્ષણમંત્રીએ અને GSEB બોર્ડે આ બાબત ધ્યાન પર લઈ ને કોમર્સ ના વિધાર્થીઓ ને થતો અન્યાય અટકાવીને ગણિત વિષયના માર્કસને ધ્યાન પર લઈ ને ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર કરવું જોઈએ.જે વિધાર્થી ને વિજ્ઞાન જેવા વિષયમાં રસ ના હોય એટલે જ કોમર્સ રાખતો હોય છે તેની માર્કસ ની ગણતરી ફરીથી તે જ વિજ્ઞાન વિષય પર કરવામાં આવે તે બહુ જ અજુગતુ છે
ખોટી રીતે માર્કસ ગણાશે તો વિધાર્થીઓ ને 8 થી 10 ટકા ની નુકશાની જતી હોય વિધાર્થીએ લડત માટે ગુજરાત હાઈકોર્ટ ના દરવાજા ખખડાવી ન્યાય માટે ની અપીલ કરેલ છે.ગુજરાત હાઈકોર્ટે પીટીશનર ના વકીલ ની દલીલ સાંભળીને GSEBને સોમવાર સુધીમાં જવાબ રજુ કરવા સુચના આપેલ છે.

