Banaskantha News/ કારમાં દારૂ ભરેલા કન્ટેન્ટવાળા વાંધાજનક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરનારા કિશોર સહિત બે જણા સામે ગુનો દાખલ

સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓએ આરોપીઓ પાસેતી ત્રણ મોબાઈલ કબજે કર્યા

Top Stories Gujarat

Banaskantha News : ગુજરાતમાં દારૂબંધી હોવાછતા દારૂબંધીની શરતો ભંગ કરીને દારૂબંધીનો ગુનો કરવા ઉત્તેજન મળે તેવા આશયથી વિદેશી દારૂનો જથ્થો તથા કારની અંદર દારૂનો જથ્થો ભરેલા કન્ટેન્ટવાળા વાંધાજનક
વિડીયો અલગ અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેને પગલે રાજ્ય પોલીસના વડા વિકાસ સહાયે આ બાબતની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપી હતી.

જેમાં પોલીસે ટેક્વિકલ સોર્સથી ઈન્ય્ટાગ્રામ મેટા પ્લેટફોર્મ પરથી માહિતી મંગાવી હતી. જેમાં એક કિશોર તથા બનાસકાંઠાના ભુદર મોતીભાઈ માજીરાણા તથા તેમની સાથે સંકળાયેલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, પ્રોહી. એક્ટ તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં રૂ.30,000ની કિંમતના 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટાઈમ મેગેઝિનના ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટી અમદાવાદનો સમાવેશ,જાણો

આ પણ વાંચો:વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળીના વિકાસ માટે 2 કરોડ ખર્ચવામાં આવશે,જાણો

આ પણ વાંચો:વડનગર વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર