Gujarat News/ PMJAYમાં ગેરરીતિ રોકવા લેવાશે AIની મદદ, આરોગ્ય વિભાગ સક્રિય

ગુજરાતમાં PMJAYમાં ગેરરીતી રોકવા AIની મદદ લેવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા PMJAY અંતર્ગત ગેરરીતી રોકવા ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતમાં PMJAYમાં ગેરરીતી રોકવા AIની મદદ લેવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા PMJAY અંતર્ગત ગેરરીતી રોકવા ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકાર હાલમાં ચાલતા કૌભાંડને લઈને વધુ જાગૃક બની છે. તાજેતરમાં રાજ્યમાં BZ સ્કેમ અને ખ્યાતિ કાંડ જેવા કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર લોભી માણસોને બદલે આધુનિક ટેકનોલોજીની મદદ લઈ રહી છે.

Rs 5 lakh health insurance for senior citizens under Ayushman Bharat: Full list of empanelled hospitals under PMJAY for 70+ - The Economic Times

સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સારી સારવાર મળી રહે માટે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી. પરંતુ કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. હાલમાં ખ્યાતિ કાંડને લઈને રાજ્યભારમાં ઉહાપોહ મચ્યો છે ત્યારે આવા કાંડ રોકવા PMJAYમાં આરોગ્ય વિભાગ દ્વારા ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. નેશનલ હેલ્થ એજન્સી જેવું લેટેસ્ટ પોર્ટલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે. લેટેસ્ટ ટેકનોલોજીની મદદ લઈ PMJAYમાં દર્દીની સારવાર નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે.

કૌભાંડો રોકવા આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયું છે. ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસીઝર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ હતી. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો રહ્યાં હાજર રહ્યા હતા.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ

આ પણ વાંચો: નકલી સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી