Surendranagar News/ તારંગાધામમાં ડબલ ડેથથી ચકચાર: પૂજારી અને પત્ની મૃત હાલતમાં મળ્યા, પોલીસે તમામ પાસાઓથી તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના તારંગાધામમાં પૂજારી (Tarangadham Priest Death Case) અને તેમની પત્ની મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Tarangadham Priest Death Case: પૂજારી અને પત્ની મૃત હાલતમાં મળ્યા, પોલીસે શરૂ કરી સઘન તપાસ

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા જૈન તીર્થસ્થળ તારંગાધામમાં મંગળવારે બપોરે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં આવેલા પૂજારી (Tarangadham Priest Death Case)ના નિવાસસ્થાનમાંથી પૂજારી પ્રવીણભાઈ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેન રાઠવા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી આશરે 37 વર્ષીય પ્રવીણભાઈ રાઠવા તારંગાધામ ખાતે પૂજારી (Tarangadham Priest Death Case) તરીકે સેવા આપતા હતા. તેમના નિવાસસ્થાનમાંથી તેઓ અને તેમની 35 વર્ષીય પત્ની વર્ષાબેનના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પત્નીના શરીર પર ઈજાના નિશાન, તપાસના વિવિધ પાસાઓ

પ્રાથમિક તપાસ દરમિયાન વર્ષાબેનના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે પૂજારીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ હાલમાં ઘટનાના તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસના આધારે કેટલીક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવાઓ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Tarangadham Priest Death Case: પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એન. એચ. ચુડાસમા, એએસઆઈ હિતુભા તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે સ્થળને સીલ કરીને જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા

પોલીસના જણાવ્યા મુજબ, હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક વિશ્લેષણ અને તપાસ દરમિયાન મળતા પુરાવાઓના આધારે જ ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે.

તારંગાધામમાં શોકનો માહોલ

આ ઘટનાને પગલે તારંગાધામ (Tarangadham Priest Death Case) તથા આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક લોકો અને ભક્તોમાં પણ આ બનાવને લઈને ભારે આઘાત જોવા મળી રહ્યો છે.પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત: હોમવર્કને લઈને ઠપકો મળ્યા બાદ ગળાફાંસો ખાધો, મોબાઇલની લત પણ ચર્ચામાં

આ પણ વાંચો:‘મને ન્યાય અપાવજો અમિતભાઈ ઠાકર MLA’… અમદાવાદના યુવકે આપઘાત પહેલા મૂક્યું WhatsApp સ્ટેટસ

આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી