અમદાવાદનાં પોલીસ કમિશનર એ.કે.સિંઘની બદલીની અફવાએ અત્યારે સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. આ અફવાથી પોલીસ વતૃળમાં પણ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવા મુજબ એ.કે.સિંઘના સ્થાને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે પ્રવીણ સિંહાના નામની ચર્ચા છે. ગાંધીનગરથી દિલ્હી સુધી આ અફવાનું બજાર ગરમ છે.
સૂત્રો દ્રારા પ્તાપ થતી માહિતી મુજબ ફક્ત અમદાવાદના જ નહીં, પરંતુ 10થી 12 શહેરોનાં પોલીસ કમિશનરની બદલીની વાતો વહેતી થઇ છે. ત્યારે સોશિયલ મિડીયા પર અમદાવાદનાં પોલીસ કમિશનરની બદલીની વાતો નામ જોગ વહેતી થતા દરેક જગ્યા પર ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
