Not Set/ ગાંધીના ગુજરાતમાં ખુલે આમ ધમધમતી દેશી દારૂની હાટડીઓ

ગાંધીનાં ગુજરાતમાં ખુલે આમ દારૂની હાટડીઓ ધમધમી રહી  છે. ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વખત લઠ્ઠાકાંડે અનેકનાં ભાગ લીધા છે અને અનેક ઘરને આ દેશી દારુ ભરખી ગયો છે. ત્યારે ગુજરાતનાં અરાવલ્લીમાં ધમધમતા દારૂનાં અડ્ડાઓએ દારુ બંધીના કાયદાનાં લીરેલીરા ઉડયા હોત તેવુ પ્રતિત થઇ રહ્યું છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનાં વીડિયો વાયરલ થતા પોલીસ પણ ક્ષોભ […]

Top Stories Gujarat Others

ગાંધીનાં ગુજરાતમાં ખુલે આમ દારૂની હાટડીઓ ધમધમી રહી  છે. ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વખત લઠ્ઠાકાંડે અનેકનાં ભાગ લીધા છે અને અનેક ઘરને આ દેશી દારુ ભરખી ગયો છે. ત્યારે ગુજરાતનાં અરાવલ્લીમાં ધમધમતા દારૂનાં અડ્ડાઓએ દારુ બંધીના કાયદાનાં લીરેલીરા ઉડયા હોત તેવુ પ્રતિત થઇ રહ્યું છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનાં વીડિયો વાયરલ થતા પોલીસ પણ ક્ષોભ જનક સ્થિતીમાં મુકાય ગઇ છે. જોકે વિડીયોનાં પગલે લોકોમાંથી પોલીસ અધિકારીઓ હપ્તા લેતા હોવાની રાવ ઉઠી રહી છે.

અરવલ્લીમાં દેશી દારૂનો વેપલો મોટાપાયે ધમધમી રહ્યો છે. ત્યારે દેશી દારૂની ભઠ્ઠીઓના વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દારૂબંધીના આ દંભ વચ્ચે ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે શહેરની આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. બુટલેગરોના હપ્તાના ભાર હેઠળ દબાયેલ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં અમલી દારૂબંધી અને પોલીસની કડકાઈની વાતોને સાવ પોકળ સાબિત કરી જાણે કાયદા કે પોલીસની કોઈ બીક જ ના હોય તેમ દારૂની હાટડીઓ ધમધમી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

https://www.facebook.com/mantavyanews/videos/427109121174439/?t=37

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.