મુંબઇ,
કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે.આ ફિલ્મના ટ્રેલરની ઘણાં સમયથી રાહ જોવાથી હતી.મણિકર્ણિકાના જ એક ભવ્ય સેટ પર કંગનાએ ઝાંસીની રાણીના કોસ્ચ્યુમમાં આવીને ટ્રેલર લોન્ચ કર્યું હતું.
ટ્રેલર લોન્ચ થયા પછી યુટ્યુબ પર થોડા કલાકમાં જ 964,098 વ્યુ મળ્યા હતા.
‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ના ટ્રેલરમાં બાહુબલી અને પદ્માવત કે બાજીરાવ મસ્તાનીની છાંટ જોવા મળે છે.ગ્રાફિક ઇફેક્ટની સાથે સાથે યુદ્ધના દ્રશ્યો પણ બખુબી ફિલ્માંકન કરવામા આવ્યા છે. આ ટ્રેલરમાં તમે રાણી લક્ષ્મીબાઈનાં બાળપણથી લઇને લગ્ન અને પછી અંગ્રેજો સામેના તેમનાં યોદ્ધાનાં રૂપને જોઇ શકો છો.
ત્રણ મિનિટના ટ્રેલરમાં મણિકર્ણીકા એટલે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે.ટ્રેલર જોતા લાગે છે કે કંગનાએ ફરી એકવાર કરિયર બેસ્ટ ભુમિકા ભજવી હોય તેવું જણાય છે. કંગના કહે છે, “મે અને મારી ટીમે આ ફિલ્મને બનાવવા માટે ઘણો પરસેવો પાડ્યો છે.મને આશા છે કે આ ફિલ્મ દરેક ભારતીયનું ગર્વથી માથુ ઉંચુ કરશે.
‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ હિન્દી અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીનાં રોજ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં કંગના ઉપરાંત અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરૉય, ડૈની અને અંકિતા લોખંડે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
