મુંબઇ,
સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ “ઝીરો” 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આનંદ એલ. રાયની દિગ્દર્શિત આ ફિલ્મ શાહરૂખ ખાનની અત્યાર સુધીમાં સૌથી અનોખી ફિલ્મ કહેવામાં આવી રહી છે. કારણ કે તેમાં તે એક ઠિંગુજી વ્યકિતની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રીસપોન્સ મળી છે. હવે રિલીઝ પછી તેના પહેલા વીકેન્ડમાં નિર્ણય થઇ જશે કે ફિલ્મ દર્શકોને કેવી લાગી છે.

ફિલ્મ ડિસેમ્બરમાં ક્રિસમસ વિક પર રિલીઝ થવાની છે. એ જોવાનું રસપ્રદ છે કે આ હિટ થાય છે અથવા કિંગ ખાનની રાઈસ, ફૈન અને જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મોનો હિસ્સો બને છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન શાહરૂખે કહ્યું, જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નહીં ચાલે તો કદાચ આગામી થોડા મહિનાઓ સુધી તેમની પાસે કામ રહેશે નહીં.

શાહરૂખે કહ્યું, “જુઓ, હું વસ્તુઓને બદલી તો શકતો નથી, જેથી હું જે કરી શકું છું તેમાં મારૂ બેસ્ટ આપું છું.. જો લોકો એવું માને છે કે ઝીરો મહત્વપૂર્ણ ફિલ્મ છે, તો તે તેમની લાગણી છે. અલ્લાહ ન કરે કે જો ફિલ્મ બોક્સ ઓફિસ પર ન ચાલે તો શું થશે? કદાચ મને આગામી 6 થી 10 મહિના સુધી કામ નહીં મળે.

શાહરુખે કહ્યું કે તે પોતાની કલા અને ટેલેન્ટ પર વિશ્વાસ કરે છે અને વસ્તુઓ સારી છે. ફિલ્મ વિશે જણાવી દઈએ કે ફિલ્મ કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ગીતો રિલીઝ થઈ ગયા છે અને તેનાથી દર્શકોના દિલમાં પહેલેથી જ જગ્યા બનાવવામાં આવી છે. ફિલ્મ વિશે ટ્રેડ નિષ્ણાતોનું અનુમાન છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.
