ગમખ્વાર અકસ્માત/ અરવલ્લીમાં બુલેટ અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત

મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં માસી-ભાણીયા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા.

Top Stories Gujarat
અકસ્માત

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસની છે. જેમાં બાઇકને અડફેટે લેતા 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે,  મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં માસી-ભાણીયા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.

આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે પોલીસની મદદથી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે બાઇકનો નંબર GJ 31Q 8998 છે. આ બાઇક પર સવાર ચારમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે.

આ પહેલીવાર નથી જયારે અકસ્માતની ઘટના સામે આવી હોય અગાઉ પણ થોડા દિવસ પહેલા સુરતના પાલ વિસ્તારમાં સાત વર્ષનો બાળક પોતાની માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે ડિવાઇડરથી જેવા નીચે ઉતર્યા તેવા જ માતાના હાથમાંથી બાળકનો હાથ છૂટી ગયો હતો અને તે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ બસની અડફેટે આવી જતા કચડાઇ ગયો હતો. બીજી બાજુ તેની માતાનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને કોઇપણ ઇજા થઇ નહતી. પરતું આ અકસ્માતમાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો:સુરતમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ, વૃદ્ધ દંપતીને બંધક બનાવીને કરી ચોરી

આ પણ વાંચો:ડીસા પોતાની ઓળખ બટાકા ગુમાવી રહ્યું છે? ભાવમાં 50 ટકાનો થયો ઘટાડો

આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું

આ પણ વાંચો:લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલનું ઓ.પી. કોહલીનું નિધન, રાજકીય માહોલમાં શોકનું મોજું

આ પણ વાંચો:મહેસાણા સમૂહ લગ્નમાં સામૂહિક તોડફોડ, પોલીસ સ્ટેશને કેસ પહોંચ્યો