Entertainment News: શિરડી સાંઈ બાબા સંસ્થાન્ સુધીર દળવીને મદદ કરશે. સુવિખ્યાત અભિનેતા સુધીર દળવી બીમાર (Sick) છે, એમને સેપ્સિસ (Sepsis) નામની બીમારી થયેલી છે. એમને ઇલાજ માટે આર્થિક સહાયતાની જરુર પડી છે. બોમ્બે હાઇકોર્ટે શિરડીના ‘સાંઈ બાબા સંસ્થાન્’ ને સુધીર દળવી (Sudhir Dalvi, Actor)ના ઉપચાર માટે 11 લાખ રુપિયાની આર્થિક મદદ આપવાની મંજૂરી આપી દીધી છે. ‘સાંઈ બાબા’ની ભૂમિકાથી મશહૂર થયેલા આ અભિનેતા જલદી સ્વસ્થ થાય એ માટે એમના ચાહકો પ્રાર્થના કરી રહ્યાં છે.

‘સાંઇ બાબા’ ની ભૂમિકામાં અવિસ્મરણીય અભિનય
‘સાંઇ બાબા’ (Sai Baba)નો અવિસ્મરણીય અભિનય કરીને લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલા આ અભિનેતા હાલ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. એમના ઇલાજ માટે પરિવારે નાણાકીય સહાય (Financial Help) માંગી હતી, પણ હવે રાહતની વાત એ છે કે, બોમ્બે હાઇકોર્ટે શિરડીના ‘સાંઈ બાબા સંસ્થાન્’ (Sai Baba Sansthan, Shirdi)ને એક્ટર સુધીર દળવીને આર્થિક સહાય આપવાની અનુમતિ આપી દીધી છે.
બોલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી (Bollywood & TV Industry)માં સુધીરે ઘણું યોગદાન આપેલું છે. એમણે ફિલ્મ ‘શિરડી કે સાંઈ બાબા’ (Shirdi ke Sai Baba) કરવા ઉપરાંત, સ્મૃતિચિન્હ બની ચૂકેલી રામાનંદ સાગરની ટીવી ધારાવાહિક રામાયણ (Ramayan)માં ‘ઋષિ વશિષ્ઠ’ની ભૂમિકા અદા કરી હતી. એમણે ‘વિષ્ણુ પુરાણ’, ‘બુનિયાદ’, ‘જૂનૂન’, ‘ક્યોં કિ સાંસ ભી કભી બહૂ થી’ જેવી સિરીયલોમાં પણ ઉત્તમ ભૂમિકાઓ ભજવેલી છે.

બીમારી સામે ઝઝૂમી રહેલા સુધીર દળવી
સુધીર દળવી હાલ ખરાબ મેડિકલ કંડીશનમાંથી પસાર થઇ રહ્યાં છે. એમને ઉપચાર (Treatment) માટે પૈસાની જરુર છે. સારા સમાચાર એ છે કે, બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચ દ્વારા સુધીર દળવીને 11 લાખ રુપિયાની આર્થિક સહાયતા આપવાની મંજૂરી શિરડીના ‘સાંઈ બાબા સંસ્થાન્’ ને આપી દીધી છે. સુધીર દળવીએ લેજન્ડરી એક્ટર મનોજ કુમારની સફળ ફિલ્મ શિરડી કે સાંઈ બાબા માં ‘સાંઈ બાબા’ની ભૂમિકા ભજવી હતી, જેનાથી એમને બોલીવુડમાં એક વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત થઇ હતી. લોકોને એમનો અભિનય એટલો બધો પસંદ પડ્યો હતો કે ઘણા લોકો તો એમને ‘સાંઈ બાબા’નું રુપ સમજીને એમની પૂજા પણ કરવા લાગ્યા હતા!

સુધીર દળવીને શિરડી સાંઈ બાબા સંસ્થાન્ વતી 11 લાખની સહાયતા
સુધીરને 11 લાખની ફાઇનાન્શિયલ મદદ આપવાની પરમિશન મેળવવા માટે સંસ્થાન્ વતી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આનું કારણ એ છે કે, હાઈ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, સંસ્થાને ખર્ચ કરવા માટે હાઈ કોર્ટની મંજૂરી લેવી જરુરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સંસ્થાન્ ના વકીલ અનિલ એસ. બજાજે જણાવ્યું હતું કે, “કોર્ટ દ્વારા ગઠન કરાયેલી એક એડ-હોક કમિટીએ 86 વર્ષના સુધીર દળવીને આર્થિક મદદ આપવાનો નિર્ણય લીધો છે.”
વકીલ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, “સુધીર, આખા ભારતમાં ‘સાંઈ બાબા’ની ભૂમિકા માટે જાણીતા છે. એ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા. સંસ્થાન્ ને 30 ઓક્ટોબર 2025ના રોજ એક લેટર મળ્યો હતો જેમાં સુધીર માટે 15 લાખની મદદ માંગવામાં આવી હતી.”
જસ્ટિસ વિભા કંકણવાડી અને હિતેન વેનેગાંવકર ની બેન્ચ દ્વારા સંસ્થાન્ ને એમ કહેવામાં આવ્યું હતું કે, એ ડોક્યુમેન્ટ્સની સાથે નવી એફિડેવિટ ફાઇલ કરે, જેમાં એનો ઉલ્લેખ હોય કે સુધીર હોસ્પિટલનું બિલ ચૂકવવામાં અસમર્થ છે અને એમની ફાઇનાનશિયલ કન્ડીશન કેવી છે. કેટલાક એવા ડોક્યુમેન્ટ્સ પણ પ્રસ્તુત કરવાનું જણાવવામાં આવ્યું કે, જેનાથી ખબર પડે કે સુધીરનો શો ઈલાજ કરવામાં આવ્યો છે. સુધીરની પત્ની તરફથી પતિની બીમારી અંગેની એક વિસ્તૃત જાણકારી સંસ્થાન્ ને સોંપવામાં આવી હતી, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સુધીર પથારીવશ છે! ઘરે બે કેરટેકર અને એક ફિઝિયોથેરાપિસ્ટની મદદથી એમની સંભાળ લેવાઇ રહી છે.
સુધીરની નાદુરસ્ત તબિયતમાં 1 થી દોઢ વર્ષમાં સુધારો આવશે. બેન્ચ દ્વારા આ દસ્તાવેજોને જોઇને એવો નિર્ણય લેવામાં આવ્યો કે, સુધીરને નાણાકીય સહાયતાની જરુર છે. આ પછી કોર્ટ દ્વારા સંસ્થાન્ ને એક્ટર સુધીર દળવીની મદદ કરવાની અનુમતિ આપવામાં આવી. હવે ‘સાંઈ બાબા’ તરીકે ઓળખ મેળવનારા આ અભિનેતા જલદી સ્વસ્થ થઇ જાય એવી એમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યાં છે!
આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!
આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!
આ પણ વાંચો: કોંકણા સેન શર્માની ત્રણ પેઢીઓનો ફિલ્મ સાથે નાતો..! માતા ‘કહાનીઓ કી ક્વિન’ અને દાદા ફિલ્મ વિવેચક…

