Lifestyle/ યુવતીઓના ચહેરા પર ઊગી રહી છે દાઢી અને મૂછ…! ડૉક્ટરના મતે, આ ‘ફેસિયલ હેર’નું શું છે કારણ?…

‘ફેસિયલ હેર’ વધવાની સમસ્યાને મેડિકલ ભાષામાં ‘હિર્સુટિઝમ્’ કહેવાય છે, રજસ્વલા થવાના સમયે યુવતીઓ ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ ખાય તો ચહેરા પર વાળ વધી શકે…

Food Health & Fitness Trending Lifestyle
ફેસિયલ હેર, યુવતીઓ, ચહેરા

Lifestyle: ફેસિયલ હેર… યુવતીઓના ચહેરા પર હળવી દાઢી અને મૂછો ઊગવાનું પ્રમાણ વધી રહ્યું છે, આ ‘ફેસિયલ હેર’ વધવાની સમસ્યાને મેડિકલ ભાષામાં ‘હિર્સુટિઝમ્’ કહેવાય છે, આનું શું કારણ છે? ચાલો જાણીએ, ‘WHO’ એક્સપર્ટનું શું કહેવું છે?

આજના યુગની સ્કિન સંબંધિત સમસ્યાઓ (Skin Problems)માં એક અસામાન્ય ગણાતી સમસ્યા હવે સામાન્ય બનતી જણાઇ રહી છે એ મોટો ચિંતાનો વિષય છે! અત્યાર સુધી તો આ સમસ્યા પ્રવર્તમાન હતી ખરી પણ ઓછી જોવા મળતી હતી…પરંતુ, હવે તો યુવતીઓ (Young women)ના ચહેરા પર દાઢી અને મૂછો (Beard and mustache) ઊગવાનું પ્રમાણ વધી ગયેલું જણાય છે! આવા વાળને ફેસિયલ હેર (Facial hair) કહેવામાં આવે છે. આ સમસ્યાથી મૂંઝાયેલી કેટલીય કન્યાઓ ટ્રીટમેન્ટ માટે ડૉક્ટરોની સલાહ લઇ રહી છે! જો કે, મોટા ભાગના લોકોને આવું થવાનું કારણ તો વિદિત જ છે, અને એ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ! પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આની પાછળ માત્ર આ એક જ કારણ નથી પણ બદલાઇ રહેલી જીવનશૈલી અને ફાસ્ટ ફૂડનું વધુપડતું સેવન પણ કારણભૂત છે!

ફેસિયલ હેર, યુવતીઓ, ચહેરા

ફાસ્ટ ફૂડ અને હોર્મોનલ અસંતુલનનો ‘ફેસિયલ હેર’ સાથે શો સંબંધ છે?

રશિયન વેબસાઇટ ઈજવેસ્તિયા ના જણાવ્યા અનુસાર, ફાસ્ટ ફૂડ (Fast Food) જેવા કે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ વગેરે ઉપરાંત, મીઠાઈ અને ચોકલેટ વગેરેમાં ખાંડ, મીઠું અને ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોવાથી, એમના સેવનથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ (Insulin resistance)માં વૃદ્ધિ થાય છે. આ રીતે, વધારે ઇન્સ્યુલિન શારીરિક હોર્મોનલ અસંતુલન (Hormonal Imbalance) તરફ દોરી જાય છે અને મહિલાઓમાં પુરુષ હોર્મોન્સના સ્તરને વધારી મૂકે છે. આ કારણે યુવતીઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે અને આ વાળ ચહેરા, દાઢી અને ભ્રમરોની આસપાસ વધે છે જેને મેડિકલ ભાષામાં હિર્સુટિઝમ્ (Hirsutism) કહે છે.

આ સમસ્યા ક્યારે અધિક વધે છે?

આ રિપોર્ટ અનુસાર, કન્યાઓ જ્યારે યુવાવસ્થાના ઉંબરે પ્રથમ પગ મૂકે અને રજસ્વલા થવાનો પ્રારંભ (Menstruation Period) થાય ત્યારે એમના શરીરમાં હોર્મોનલ પરિવર્તનો ઉદ્ભવે છે. જો એ સમયે છોકરીઓ ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ ખાય છે તો ચહેરા પર વાળ આવવાનું જોખમ વધી જાય છે. આ સાથે જ સ્થૂળતા વધે છે, ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ અને અનિયમિત આહાર પણ હિર્સુટિઝમ્ ને ઉત્તેજન આપે છે.

ફેસિયલ હેર, યુવતીઓ, ચહેરા

યુવતીઓ કે કિશોરીઓ જ્યારે અણગમતા વાળને લઇને ચિંતિત બને છે ત્યારે વાળને દૂર કરવા માટે ઘણી વાર શેવ (Shaving) પણ કરે છે જેથી એમની સમસ્યા ઓર વધી જાય છે. ડૉક્ટરની સલાહ છે કે, કોઈ વિશેષજ્ઞને બતાવ્યા વિના ઘરગથ્થું ઉપચાર ન કરવા!

રશિયન એક્સપર્ટ તબીબ શું સલાહ આપે છે?

સિનર્જી યુનિવર્સિટી, રશિયા (Synergy University, Russia)ના મેડિકલ ડિપાર્ટમેન્ટની સિનીયર લેકચરર્, રિપ્રોડક્ટિવ હૅલ્થની એક્સપર્ટ અને મહિલા રોગ વિશેષજ્ઞ લ્યૂબોવ યેરોફેયેવા (Lyubov Yerofeeva)ના મતે, છોકરીઓમાં જ્યારે પણ સ્થૂળતા વધે છે તો મોટા ભાગે તો એમનો એસ્ટ્રોજન હોર્મોન (Estrogen Hormone) પણ વૃદ્ધિ પામે છે. જો કે, ક્યારેક-ક્યારેક સ્ત્રીઓમાં હાઈપોથેલેમિક-પિટ્યૂટરી-એડ્રિનલ સિસ્ટમ બગડવાને કારણે પણ એડ્રિનલ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા ફ્રી ટેસ્ટોસ્ટેરોન (Free Testosterone)નું લેવલ પણ વધી જાય છે. સામાન્ય રીતે જાતીય આવેગો, વાળના સામાન્ય વિકાસ અને અન્ય પ્રક્રિયાઓને નિયંત્રિત કરવા માટે આ ફ્રી ટેસ્ટોસ્ટેરોનની જરુર પડતી હોય છે. એનું સ્તર વધવાથી વાળ ઊગે છે.

ફેસિયલ હેર, યુવતીઓ, ચહેરા

ઉપચાર અને ટ્રીટમેન્ટ

આ સમસ્યાનું સમાધાન શી રીતે કરી શકાય? એનો ઉત્તર છે, હોર્મોનલ અસંતુલનની તપાસ કરાવવી અને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી…એ ઉપરાંત, ડાયેટ અને લાઇફસ્ટાઇલ (Diet & Lifestyle)ને પરિવર્તિત કરવી એ એનો પ્રાથમિક ઉપચાર છે. ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી દવાઓ, વજન નિયંત્રણ અને હૅલ્ધી લાઇફસ્ટાઇલ દ્વારા આ સમસ્યાનું સમાધાન શક્ય છે. એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી અને એ કહે તો લેઝર ટ્રીટમેન્ટ પણ એનો ઇલાજ બની શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે, જાતે જ કોઈ દેશી નુસખા અપનાવતા પહેલાં ડૉક્ટર (Doctor)ની સલાહ અવશ્ય લેવી જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!