આદેશ/ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેનિફેસ્ટોનું પાલન ન કરે તો તે ગુનો નથી બનતો- અલાહાબાહ હાઇકોર્ટ

અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે ચૂંટણી દરમિયાન જનતાને લોભામણી વચનો આપતા રાજકીય પક્ષો સામે કોઈ ગુનો થતો નથી

Top Stories India
13 14 રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેનિફેસ્ટોનું પાલન ન કરે તો તે ગુનો નથી બનતો- અલાહાબાહ હાઇકોર્ટ

અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે ચૂંટણી દરમિયાન જનતાને લોભામણી વચનો આપતા રાજકીય પક્ષો સામે કોઈ ગુનો થતો નથી. કોર્ટે કહ્યું કે, પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં આકર્ષક વચનો આપવા અને તેને પૂરા કરવામાં નિષ્ફળ જવા સામે કોઈ કાયદાકીય જોગવાઈ નથી. તેમ જ આવા વચનોથી ફરી જવા બદલ તેમની સામે સજાની કોઈ જોગવાઈ નથી.

જસ્ટિસ દિનેશ પાઠકે આ આદેશ 2014ની ચૂંટણીમાં ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને અન્ય લોકો સામે છેતરપિંડી જેવી કલમો હેઠળ કેસ નોંધવાનો ઈનકાર કરતા નીચલી અદાલતના આદેશ સામે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આપ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટના કેસની નોંધણી ન કરવાના આદેશમાં કંઈ ખોટું નથી. અરજદારે કહ્યું કે ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં તેના મેનિફેસ્ટોનું પાલન કર્યું ન હતું. તેમજ તેમણે ચૂંટણીમાં જનતા સમક્ષ કરેલા પોતાના ચૂંટણી વચનો પણ પૂરા કર્યા નથી.આવી સ્થિતિમાં લોકો સાથે છેતરપિંડીનો કેસ નોંધવો જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે રાજકીય પક્ષો લોકોના પ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેમના વચનો માટે જવાબદાર નથી. કોર્ટે કહ્યું કે વચનો પૂરા કરવામાં નિષ્ફળતા સામે કોઈ કાયદાકીય જોગવાઈ નથી