AMC/ હિંચોળે ચડેલી સફાઇ કર્મીઓની હડતાળનો અંતે સુખદ સંકેલો, આજથી બધા કામે…

અમદાવાદમાં પાછલા ઘણા દિવસથી ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાળ પૂર્ણ કરવા મામલે યુનિયન આગેવાનોમાં ફાંટા પડયા હોવાનું જોવામાં આવ્યું અને નોકર મંડળે હડતાળ સમાપ્તિની

Ahmedabad Gujarat
amc હિંચોળે ચડેલી સફાઇ કર્મીઓની હડતાળનો અંતે સુખદ સંકેલો, આજથી બધા કામે...
  • અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળનો અંત
  • આજે શહેરમાં સફાઈકર્મીઓ સાફ-સફાઈમાં જોડાશે
  • તમામ યુનિયને સાથે મળી હડતાળ સમેટી લીધી
  • કમિટી સાથે બીજી બેઠક બાદ લેવાયો નિર્ણય
  • સ્ટેન્ડિગ કમિટીમાં મુદ્દો નહીં લેવાય તો ફરી હડતાળ
  • ગુજરાત સફાઇ કામદાર સંઘે પણ હડતાલ પછી ખેંચી

અમદાવાદમાં પાછલા ઘણા દિવસથી ચાલી રહેલી સફાઇ કર્મચારીઓની હડતાળ પૂર્ણ કરવા મામલે યુનિયન આગેવાનોમાં ફાંટા પડયા હોવાનું જોવામાં આવ્યું અને નોકર મંડળે હડતાળ સમાપ્તિની જાહેરાત કરી પરંતુ ગુજરાત સફાઈ કામદાર તરફથી હડતાળ યથાવત રખાઈ હોવાની જાહેર કરવામાં આવતા ગઇકાલે સાંજે હડતાળ હિંચોળે ચડીનો ક્યાસ જોવામાં આવ્યો.

ઉત્તરપશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હડતાળ યથાવત રહે તેવી સ્થિતિ સર્જાઇ. મહત્વપૂર્ણ છે કે, વારસાઈ મામલે પોતાના હકની માગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈસકર્મીઓએ પોતાની હડતાળ સમેટી હવે સંપૂર્ણતા સમેટી લીધી છે. મહાનગર પાલિકા દ્વારા લેખિતમાં બાહેધરી આપતા આખરે હડતાળ સમેટાઇ છે.

સફાઈકર્મીઓની 5માંથી 4 માંગણીઓ સ્વીકારાઇ છે. જો કે, આ પહેલાં પોતાની માંગને પૂર્ણ કરવા માટે શહેરનાં તમામ યુનિયનો સફાઈકર્મીઓ સાથે હડતાળમાં જોડાયાં હતાં. પોતાની માગ સાથે સફાઈકર્મીઓ અડગ રહ્યા હતાં અને છઠ્ઠા દિવસે પણ હડતાળ યથાવત્ રાખતાં શહેરમાં હવે કેટલીક જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા હતાં.

ગઇકાલે બપોરે અમદાવાદ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો. સફાઈકર્મીઓએ AMCની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કરતાં વાતાવરણ તંગ થયું હતું. ટોળાંએ કમિશનર વિરૂદ્ધ હાય હાય’ના નારા લગાવ્યા હતાં. સફાઈ કર્મીઓના વિરોધ પ્રદર્શનને લઈને સમગ્ર એએમસી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પરંતુ સમી સાંજે ભારે ડ્રામેટીક વણાકો સાથે અંતે ઘી નાં ઠામમાં ધી જોવામાં આવ્યું.

સફાઇ કર્મીઓની હડતાલ સંકેલાતા જ અમદાવાદમાં સફાઇ કામકાજ શરૂ થશે. સફાઇ કર્મી દ્વારા અમદાવાદને પહેલાની જેમ ખુબસુરત કરવામાં આવશે. તમામ સફાઇ કામદાર યુનિયને સાથે મળી હડતાળ સમેટી લીધી હોવાથી ફરી એક વખત આજે શહેરમાં સફાઈકર્મીઓ સાફ-સફાઈમાં જોડાશે. જો કે, હાલતો તમામ સફાઇ કામદાર યુનિયને સાથે મળી હડતાળ સમેટી લીધી છે. પરંતુ કમિટી સાથે બીજી બેઠક બાદ લેવાયેલા આ નિર્ણયમાં જો આગામી દિવસોમાં સ્ટેન્ડિગ કમિટીમાં મુદ્દો નહીં લેવાય તો ફરી હડતાળની ચીમકી પણ આપી છે.

આ પણ જુઓ – સફાઇ કામદારોના તમામ યુનિયને સાથે મળી હડતાળ સમેટી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…