Bomb Threat/ ગુગલ ઓફિસને બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી, મુંબઈની BKC ઓફિસ પર આવ્યો કોલ

મુંબઈ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફોન કરનારે મુંબઈની BKC ઓફિસ પર ફોન કરીને કહ્યું કે પૂણેની Google ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.

Top Stories India
બોમ્બ

મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણેમાં આવેલી ગૂગલ ઓફિસ (Google office) ને બોમ્બ ની ધમકી મળી છે. આરોપીઓએ મુંબઈમાં BKC ઓફિસ પર ફોન કરીને ગૂગલ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. હાલ મુંબઈ પોલીસે (Mumbai Police)  આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ થઈ ગઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધમકીના આધારે ઓફિસમાં બોમ્બની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું. હાલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તપાસ એજન્સીઓ એલર્ટ પર છે.

મુંબઈ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફોન કરનારે મુંબઈની BKC ઓફિસ પર ફોન કરીને કહ્યું કે પૂણેની Google ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તેણે ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી. ફોન કરનારે જણાવ્યું કે તેનું નામ પનાયમ શિવાનંદ છે અને તે હૈદરાબાદનો રહેવાસી છે. આ પછી તપાસ શરૂ થઈ પરંતુ તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ફોન કરનારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:રાહુલ જેવા નેતા જ્યાં સુધી વિપક્ષમાં હશે ત્યાં સુધી અમારું કામ સરળ રહેશેઃ યોગી

આ પણ વાંચો:યુએસે રહસ્યમયી ફ્લાઇંગ ઓબ્જેક્ટને શૂટ કર્યા પછી મસ્કે આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો:એશિયાના સૌથી મોટા એરો શો એરો ઇન્ડિયાનો પ્રારંભ કરાવતા પીએમ મોદી

આ પણ વાંચો:શરદ પવારે પૂર્વ રાજયપાલ ભગત સિંહ કોશ્યરી પર કર્યો શાબ્દિક હુમલો, બંધારણ વિરૂદ્વ લેવાયેલા નિર્ણય પર તપાસ થવી જોઇએ