Not Set/ વિરમગામ/ ખેડૂતને દાઝ્યા પર ડામ, તંત્રની બેદરકારીથી ખેતરોમાં પાણી ભરતા મોટું નુકશાન

આ વર્ષે ગુજરાતના ખેડૂતની દશા બેસી છે. પહેલા અનરાધાર વરસાદે પાકને મોટું નુકશાન કર્યું. ત્યારબાદ એક પછી એક આવેલા વાવાઝોડા અને વરસાદે ફરી એક વાર ખેડૂતને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જી હતી. તો હવે સરકારી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર અમદાવાદ જીલ્લાના વિરમગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વિરમગામ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ […]

Gujarat Others
thequint 2019 12 74a9928c 9618 4695 873b 5f995bbec193 thumbnail 30121 pti12 30 2019 000101b 2 વિરમગામ/ ખેડૂતને દાઝ્યા પર ડામ, તંત્રની બેદરકારીથી ખેતરોમાં પાણી ભરતા મોટું નુકશાન

આ વર્ષે ગુજરાતના ખેડૂતની દશા બેસી છે. પહેલા અનરાધાર વરસાદે પાકને મોટું નુકશાન કર્યું. ત્યારબાદ એક પછી એક આવેલા વાવાઝોડા અને વરસાદે ફરી એક વાર ખેડૂતને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જી હતી.

તો હવે સરકારી તંત્રની બેદરકારીને કારણે ફરી એકવાર અમદાવાદ જીલ્લાના વિરમગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વિરમગામ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે. વાસણ ગામની કેનાલમાંથી પાણી ઓવરફ્લો   થયા હતા. અને અનેક ખેતરોમાં ફરી વળ્યા હતા.

તંત્રની ઘોર બેદરકારીને કારણે કેનાલના પાણી ઓવર ફલો થયા હતા. અને થુલેટા ગામની સીમમાં ફરી વળ્યા હતા. આશરે 2000 વીઘા જમીનમાં પાણી ભરાતા કૃષિ પાકને મોટું નુકશાન થયું હતું. જેમાં મોટા પાયે ઘઉં અને દિવેલાના પાકને નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.