Not Set/ કંટ્રોલ રૂમમાં ફોન જતા જલસા કરતા નબીરા થયા જેલ ભેગા

વલસાડ શહેર ના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ સ્થિત સુકૃતિ એપાર્ટમેન્ટ માં બર્થડે પાર્ટી માં દારૂ ની મહેફિલ જામી હોવાનો મેસેજ મળતા જ પોલીસે રેડ કરતા ચાર યુવતી સહિત દસેક ઈસમો ની પોલીસે ધરપકડ કરી હતી.

Gujarat Others
A 100 કંટ્રોલ રૂમમાં ફોન જતા જલસા કરતા નબીરા થયા જેલ ભેગા

વલસાડ શહેર ના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ સ્થિત સુકૃતિ એપાર્ટમેન્ટ માં બર્થડે પાર્ટી માં દારૂ ની મહેફિલ જામી હોવાનો મેસેજ મળતા જ પોલીસે રેડ કરતા ચાર યુવતી સહિત દસેક ઈસમો ની પોલીસે ધરપકડ કરી હતી.

વલસાડના તિથલ રોડ પર આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાર યુવતી સહિત દસેક જેટલા નબીરા મોડી રાત્રિના દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. કંટ્રોલ રૂમ પર માહિતી મળતા જ પોલીસે ફ્લેટ પર રેડ કરી હતી. ફ્લેટ ન.106નો દરવાજો ખોલીને અંદર ઘુસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ફ્લેટ બંધ કરી અને અંદર યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આથી પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓને પણ ઝડપી લીધા હતા અને તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના એક નબીરાનો બર્થ ડે હતો. તે તેની પત્ની સાથે તેના સસરાના નામ પર આવેલા ફ્લેટમાં પોતાના મિત્રો  એવા યુવક અને યુવતીઓ ને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા બોલાવ્યા હતા. મોડી રાત સુધી નબીરાઓએ ફ્લેટમાં દારૂની મહેફિલ માણી હતી. જેની જાણ વલસાડ પોલીસના કંટ્રોલરૂમમાં થતાં તાત્કાલિક સિટી પોલીસની ટીમ કામે લાગી અને ગણતરીની મિનિટોમાં જ પૂરી તૈયારી સાથે  પોલીસે દારૂના નશામાં ચકચૂર 10 યુવકો અને ચાર યુવતીઓ ની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :સગા કાકાના દીકરાએ છરી ધા મારી યુવકને ઉતારો મોતને ઘાટ

સ્થળ પરથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં બર્થ ડે બોય ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત, હર્ષ નવીન ગડ,  દીપ વિજય કુમાર મોદી, પલ્લવ જિતેન્દ્ર શાહ, ચિંતન નવીન ગડા, ઋષભ અજય પુજારા, ભાવિન પ્રવીણ લીમ્બાચીયા,કેયુર અરૂણભાઇ પટેલ, પ્રતિક હિમાંશુ દેસાઈ, ધ્રુવાંગ જનક ગોકાણી નામના યુવકો ઝડપાયા હતા. આ યુવકો સાથે યુવતીઓ પણ દારૂની મહેફિલમાંથી  ઝડપાઈ હતી. ઝડપાયેલી યુવતીઓના નામ પર એક નજર કરીએ તો માનસી શિવકુમાર ગહલોત, મૈત્રી ઉત્કર્ષ ગહેલોત, ખુશી ઉર્ફે ખુશ્બુ દીપ વિજયકુમાર મોદી, સોનાલી રવિન્દ્ર કરંજકજને પણ દારૂની મહેફિલ  માંથી પોલીસે ધરપકડ કરી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતા.

આ પણ વાંચો :કેવડિયાને બનાવવામાં આવશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, જાણો શું લાભ થશે

મોટા ઘરના નબીરાઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હોવાના સમાચાર મળતા જ મોટા માથાઓ પણ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશનના ધમપછાડા કરતા જોવા મળ્યા. જોકે વલસાડ સિટી પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને દારૂની મહેફિલ માણતાં ઝડપાયા યુવક અને યુવતીઓ વિરોધ મહેફિલના કેસની સાથે કોરોના ગાઇડલાઇનના ભંગ અને સરકારના આદેશ અને જાહેરનામાના ભંગ બદલ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. આમ વલસાડ સિટી પોલીસે કારોના કાળમાં પણ બેફામ બની અને મહેફિલ માણતા નબીરાઓને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની બારીમાંથી કુદીને દર્દીએ ટુંકાવ્યું જીવન, આવું છે કારણ

આ પણ વાંચો :રાજ્યની સેશન્સ કોર્ટ સોમવારથી કાર્યાન્વિત, લાંબા સમયથી પડતર કેસની થશે સુનાવણી શરુ