World Economic Forum-2024/ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2024 : US સેક્રેટરી એન્ટની બ્લિંકન  ‘PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક સ્તરે વધુ સમૃદ્ધ થયું’

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ વર્ષની થીમ છે  ‘ટ્રસ્ટનું પુનઃનિર્માણ’. આ ફોરમમાં એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રયાસોને કારણે નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

Top Stories World
Mantay 71 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2024 : US સેક્રેટરી એન્ટની બ્લિંકન  ‘PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક સ્તરે વધુ સમૃદ્ધ થયું’

વિશ્વના ટોચના દેશોમાં અત્યારે ભારતે પાંચમા સ્થાને છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે તેમ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને બુધવારે જણાવ્યું હતું. ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક મીટિંગ, 2024 દરમ્યાન એન્ટની બ્લિંકને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયમાં ભારત આર્થિક સ્તરે વધુ સમૃદ્ધ થયું છે. ભારતે ટૂંકાગાળામાં મેળવેલ આ અભૂતપૂર્વ સિદ્ધિનો શ્રેય તેઓ પીએમ નરેન્દ્ર મોદીને આપે છે. આ ફોરમમાં એન્ટની બ્લિંકને અમેરીકા અને ભારતના સંબંધો વધુ મૈત્રીપૂર્ણ બન્યા હોવાની વાત કહી.

weforum વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2024 : US સેક્રેટરી એન્ટની બ્લિંકન  ‘PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક સ્તરે વધુ સમૃદ્ધ થયું’

WEFની વાર્ષિક મીટિંગમાં એન્ટની બ્લિંકને વધુમાં કહ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રયાસોને કારણે નવી ઊંચાઈએ પહોંચ્યા છે. બંને દેશો લોકશાહી અને અધિકારોને મહત્વ આપે છે. ફોરમમાં બ્લિંકને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘આર્થિક સ્તરે હરણફાળ ભરી રહેલ ભારતમાં અત્યારે હિંદુવાદી વિચારધારાને વેગ મળી રહ્યો છે. શું અમેરિકા માટે આ ચિંતાનો વિષય છે?’ જેના જવાબમાં બ્લિંકને ભારત અને પીએમ મોદી પ્રત્યેના દ્રષ્ટિકોણને લઈને વાત કહી. તેમણે કહ્યું કે અમે અત્યારે બુલેટ ગતિએ આગળ વધતા ભારતને જોઈ રહ્યા છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક ભારતીયોના જીવનમાં ભૌતિક રીતે પણ સકારાત્મક બદલાવ થયો છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પાંચ દિવસીય વાર્ષિક 54મી બેઠકની 15 જાન્યુઆરીએ શરૂઆત થઈ. પાંચ દિવસીય આ બેઠકમાં વિશ્વભરમાંથી 2,800 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં 60 થી વધુ રાષ્ટ્રો અને સરકારોના વડાઓ સામેલ છે. ભારતના પ્રતિનિધિ તરીકે આ બેઠકમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અશ્વિની વૈષ્ણવ અને હરદીપ સિંહ પુરીએ હાજરી આપી છે. આ મંત્રીઓની સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 100 થી વધુ સીઈઓ પણ છે.

Mantay 72 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2024 : US સેક્રેટરી એન્ટની બ્લિંકન  ‘PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક સ્તરે વધુ સમૃદ્ધ થયું’

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ વર્ષની થીમ છે  ‘ટ્રસ્ટનું પુનઃનિર્માણ’. આ બેઠકમાં રાજકારણ, વેપાર અને સમાજના અગ્રણી મહેમાનો યુક્રેન અને મધ્ય પૂર્વમાં યુદ્ધ, સંભવિત નવી મહામારી, ક્લાઈમેટ ચેન્જ અને સાઈબર હુમલા જેવા પડકારો પર ચર્ચા કરશે. ફોરમના પ્રમુખ બાર્જ બ્રેન્ડે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ મીટિંગ સૌથી જટિલ અને સૌથી પડકારજનક જિયોપોલિટિકલ અને જિયો-ઈકોનોમિક માહોલમાં થઈ રહી છે.

બ્લિંકને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચેના સંબંધોને પણ જોઈ રહ્યા છીએ જે એક નવા સ્તરે પંહોચ્યા છે અને હું માનું છું કે આ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બિડેનના ઇચ્છિત પ્રયાસોનું પરિણામ છે. ઉપરાંત, લોકશાહી અને અધિકારો પરની ચર્ચા પણ અમારી વાતચીતનો નિયમિત ભાગ રહી છે.