Not Set/ અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયતને Congress ના ‘પંજા’માંથી સેરવી લેતી બીજેપી

અમદાવાદ: આજે રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે રાજ્યની અતિ મહત્વની ગણાતી એવી અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયતને Congress (કોંગ્રેસ)ના પંજામાંથી સેરવીને પોતાના કબજામાં લઈ લીધી છે. આ બંને પંચાયતોમાં બીજેપીને સત્તા અપાવવામાં કોંગ્રેસના બળવાખોર ચેરમેનોની સત્તા લાલસાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતમાં આજે  જિલ્લા પંચાયતોના પ્રમુખ […]

Top Stories Ahmedabad Gujarat Others Trending Politics
Congress lost power from Ahmedabad and Bhavnagar district panchayats

અમદાવાદ: આજે રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે રાજ્યની અતિ મહત્વની ગણાતી એવી અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયતને Congress (કોંગ્રેસ)ના પંજામાંથી સેરવીને પોતાના કબજામાં લઈ લીધી છે. આ બંને પંચાયતોમાં બીજેપીને સત્તા અપાવવામાં કોંગ્રેસના બળવાખોર ચેરમેનોની સત્તા લાલસાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ગુજરાતમાં આજે  જિલ્લા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્ય શહેરોમાંથી બે શહેરમાં કોંગ્રેસે પોતાના બળવાખોર સભ્યોના કારણે સત્તા ગુમાવી દીધી હતી. કોંગ્રેસના બળવાખોર સભ્યોને પોતાની તરફેણમાં લઈને અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયતને કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી હતી. જયારે સૌરાષ્ટ્રના મુખ્ય એવી રાજકોટ જિલ્લા પંચાયતને જાળવી રાખવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. કારણ કે, અહીં બળવાની પરિસ્થિતિ ઉભી થયા બાદ કોંગ્રેસના સભ્યોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજી તરફ દાહોદ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ સફળ રહ્યું હતું.

અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવવા બદલ અલ્પેશ ઠાકોરના પિતા સામે આક્ષેપ

કોંગ્રેસ પાસે રહેલી અમદાવાદ જિલ્લા પંચાયતને ભાજપે આંચકી લીધી હતી. કોંગ્રેસ પાસેથી ભાજપે જિલ્લા પંચાયત લીધા બાદ કોંગ્રેસના સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન માટેના દાવેદાર મનુજી ઠાકોરે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પિતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખોડાજી ઠાકોરે પોતાની સત્તાના કારણે વિટો પાવરનો ઉપયોગ કરીને ચૂંટણીમાં અડચણ ઉભી કરી હતી. તેમના વિટો પાવરના લીધે જ અમદાવાદ જિલ્લા પંચાયતને કોંગ્રેસે હાથમાંથી ગુમાવવી પડી છે.

અમદાવાદ જિ.પં.માં ભાજપનો ભગવો લહેરાયો

પ્રમુખઃ જીતેન્દ્રસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખઃ ભાવિબેન પટેલ

ભાવનગર જિ.પં.માં પણ ભાજપે સત્તા મેળવી

ભાવનગર જિલ્લા પંચાયતમાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસના આરોગ્ય સમિતિના ચેરમેન ભાનુભાઈ બારૈયા અને સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બારૈયાએ બળવો કરીને ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું, જયારે અન્ય એક મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હીરાબહેન રાઘવજીભાઈ અવૈયા ગેરહાજર રહ્યા હતા. જેના કારણે કોંગ્રેસે ભાવનગર જિલ્લા પંચાયત ગુમાવવી પડી હતી.

જેના કારણે ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખપદે ભાજપના વક્તુબેન મકવાણા અને ઉપપ્રમુખપદે ભાજપના બલભદ્રસિંહ કુંભાજી ગોહિલની વરણી કરવામાં આવી હતી.

 

ગીર-સોમનાથ

ભાજપે સત્તા જાળવી રાખી

પ્રમુખઃ રયાબેન જાલોન્ધ્રા અને ઉપપ્રમુખઃ બાબુભાઈ વાઘેલાની વરણી

2 અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા જાળવી

 

બોટાદ

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત

પ્રમુખઃ વસંતભાઈ વાનાણી અને ઉપપ્રમુખઃ હિંમતભાઈ કટારીયા

 

જામનગર

જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી

પ્રમુખઃ નયનાબહેન માધાણી અને ઉપપ્રમુખઃ વશરામ રાઠોડ

 

રાજકોટ

જિલ્લા પંચાયત કોંગ્રેસે જાળવી રાખી

પ્રમુખઃ અલ્પાબેન ખાટરિયા અને ઉપપ્રમુખઃ સુભાષ માકડિયા

 

ભરૂચ

કોંગ્રેસ-બીટીપી સત્તા સાચવવામાં સફળ

કોંગ્રેસના બળવાખોર નેતા ઈન્દ્રસિંહ પરમારની હાર

પ્રમુખઃ જશુ પઢિયાર (કોંગ્રેસ) અને ઉપપ્રમુખઃ અનિલ ભગત (બીટીપી)

 

સુરત

ભાજપે સત્તા જાળવી રાખી

પ્રમુખઃ પ્રીતિબેન પટેલ અને ઉપપ્રમુખઃ હિતેન્દ્રસિંહ વાસીયા

 

મહેસાણા

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત

પ્રમુખઃ શિલાબેન પટેલ અને ઉપપ્રમુખઃ ધરમશીભાઈ દેસાઈ

 

અરવલ્લી

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત

પ્રમુખઃ હંસાબેન પરમાર અને ઉપપ્રમુખઃ ચીમનભાઈ કટારા

 

મોરબી

કોંગ્રેસે સત્તા જાળવી રાખી

પ્રમુખઃ કિશોરભાઈ ચીખલીયા અને ઉપપ્રમુખઃ ગુલામભાઈ પરાસરા

 

દાહોદ

કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી

પ્રમુખઃ યોગેશ પારઘી અને ઉપપ્રમુખઃ ઈન્દિરા બેન ડામોર

 

અમરેલી

કોંગેસ સત્તા જાળવી રાખવામાં સફળ

પ્રમુખઃ રવજી વાઘેલા અને ઉપપ્રમુખઃ હાર્દિક કાનાણી

 

પંચમહાલ

પ્રમુખઃ રાજપલસિંહ જાદવ અને ઉપપ્રમુખઃ ગોપાલ પટેલ