Not Set/ ભારતીય વંશના અમેરિકન શાલિના કુમારીની ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગનના જજ તરીકે નિમણૂક

શાલીના મિશિગનમાં દક્ષિણ એશિયન મૂળના પ્રથમ ન્યાયાધીશ બનશે.

Top Stories
shalina ભારતીય વંશના અમેરિકન શાલિના કુમારીની ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગનના જજ તરીકે નિમણૂક

અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેને ભારતવંશના અમેરિકી શાલિના ડી કુમારીને ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગન સંઘના ન્યાયાધીશ પદ પર નિયુક્ત કર્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસે આપી હતી.બુધવારે જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ઇસ્ટર્ન ડિસ્ટ્રીકટ ઓફ મિશીગનના લીધે યુએસ ડિસ્ટ્રીકટ કોર્ટના મુખ્ય જજ શાલિનાએ 2007થી ઓકલેન્ડ કાઉન્ટ સિકસ્થ કોર્ટમાં સેવા આપી હતી. જાન્યુઆરી 2018માં મિશિગન સુપ્રીમ કોર્ટે તેમને સર્કિટ કોર્ટના મુખ્ય જજ તરીકે નિયુક્ત કર્યા હતા.

વ્હાઇટ હાઉસે કહ્યું કે શાલિનાને મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતી વખતે નાગરિક અને ગુનાહિત બંને કેસોનો અનુભવ હતો. આ સિવાય શાલીનાએ અન્ય ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. શાલીના મિશિગનમાં દક્ષિણ એશિયન મૂળના પ્રથમ ન્યાયાધીશ બનશે. શાલીનાએ 1993 માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને 1996 માં ડેટ્રોઇટ-મર્સી સ્કૂલ ઓફ લો માંથી અભ્યાસ કર્યો છે.

મિશિગનના ભૂતપૂર્વ ગવર્નર જેનિફર ગ્રેનહોલે શાલિનાને 20 ઓગસ્ટ, 2007 ના રોજ ઓકલેન્ડ કાઉન્ટીની છઠ્ઠી સર્કિટ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી, જેથી ન્યાયાધીશ જીન શ્લેન્ઝની નિવૃત્તિના કારણે ખાલી પડેલી જગ્યા ભરવા માટે. આ પછી, શાલીના 2008 માં કોર્ટમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ 2014 માં તે ફરીથી ન્યાયાધીશ પદ માટે ચૂંટાઈ આવ્યા હતા