Not Set/ ૧૦ ટકા અનામતના બિલ પર સ્ટે મુકવાનો સુપ્રિમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી, આર્થિક રીતે નબળાં વર્ગના લોકોને ૧૦ ટકા અનામત આપવાના મોદી સરકારના નિર્ણયને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં થઇ છે. મોદી સરકારે જનરલ કેટેગરીની જ્ઞાતિઓને ૧૦ ટકા અનામત આપવાનું બિલ સસંદના બંને હાઉસમાંથી પસાર કર્યું છે. એ પછી આ બિલને પડકારતી સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આ પીટીશનમાં ૧૦ ટકા અનામત વાળા બિલ પર […]

Top Stories India Trending
65923 midblqrdnh 1503593014 ૧૦ ટકા અનામતના બિલ પર સ્ટે મુકવાનો સુપ્રિમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી,

આર્થિક રીતે નબળાં વર્ગના લોકોને ૧૦ ટકા અનામત આપવાના મોદી સરકારના નિર્ણયને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં થઇ છે. મોદી સરકારે જનરલ કેટેગરીની જ્ઞાતિઓને ૧૦ ટકા અનામત આપવાનું બિલ સસંદના બંને હાઉસમાંથી પસાર કર્યું છે.

એ પછી આ બિલને પડકારતી સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આ પીટીશનમાં ૧૦ ટકા અનામત વાળા બિલ પર સ્ટે મુકવાની માંગણી કરવામાં આવી હતી. જો કે સુપ્રિમ કોર્ટે આ બિલ પર સ્ટે મુકવાની મનાઇ કરી હતી.ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના વડપણવાળી બેન્ચે આ પીટીશનનું સુનવણી કરતાં કહ્યું કે, અમે આ વિશે પુરતી તપાસ કરીશું.

યૂથ ફોર ઈક્વાલિટી નામની સામાજીક સંસ્થા અને કૌશલ કાંત મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે અને તેના રદ કરવાની માંગણી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ગેરબંધારણી છે. તેથી આ બિલને નકારી દેવું જોઈએ.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ પ્રમાણે માત્ર જનરલ કેટેગરીને જ આર્થિક અનામત આપી ના શકાય અને અનામત માટે નક્કી કરવામાં આવેલી 50%ની સીલીંગને ક્રોસ ના કરી શકાય.