Not Set/ VIDEO : શું MDH મસાલાના માલિકનું નિધન થયું છે ?, જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી, MDH મસાલાના માલિક અને મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીના નિધન થયા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ધર્મપાલ ગુલાટીનું ૬ ઑક્ટોબર, શનિવાર રાત્રીના સમયમાં નિધન થઇ ગયું છે. તેઓએ રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જો કે આ પ્રકારની અફવાઓ સામે આવ્યા બાદ […]

Trending Business Videos
MDH 1 VIDEO : શું MDH મસાલાના માલિકનું નિધન થયું છે ?, જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી,

MDH મસાલાના માલિક અને મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીના નિધન થયા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ધર્મપાલ ગુલાટીનું ૬ ઑક્ટોબર, શનિવાર રાત્રીના સમયમાં નિધન થઇ ગયું છે. તેઓએ રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

mdh masala owner mahashay dharampal gulati passes away at age of 99 VIDEO : શું MDH મસાલાના માલિકનું નિધન થયું છે ?, જાણો, આ સત્ય હકીકત
business-mdh-ceo-dharampal-gulati-death-news-wrong

જો કે આ પ્રકારની અફવાઓ સામે આવ્યા બાદ પરિવારજનો દ્વારા એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે અને આ સમાચારને એક અફવા ગણાવી છે. વીડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, “મસાલા કિંગ ગુલાટી એકદમ સ્વસ્થ છે”.

ધર્મપાલ ગુલાટીના જમાઈ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, “કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓના પિતાનો ફોટો લગાવીને તેમના નિધનની અફવાઓ ફેલાવવામાં આવી હતી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “ધર્મપાલ ગુલાટીની ઉંમર ૯૬ વર્ષની છે અને તેઓ એકદમ સ્વસ્થ છે. અફવાઓ ફેલાયા બાદ અમારા દ્વારા એક વીડિયો બનવવામાં આવ્યો હતો અને આ અફવાઓનું ખંડન કરવામાં આવ્યું હતું.

કોણ છે ધર્મપાલ ગુલાટી ? 

ધર્મપાલ ગુલાટીની જન્મ વર્ષ ૧૯૨૨માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.

દિલ્હી આવ્યા બાદ તેઓએ મસાલાના વેપારમાં પોતાનું પગલું માંડ્યું હતું અને ૧૯૫૯માં MDH મસાલા નામની કંપની ઉભી કરી હતી જે આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આજે દેશભરમાં MDH મસાલાની ૧૫ ફેક્ટરીઓ છે.